Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 11:18 - ગામીત નોવો કરાર

18 જ્યા લોક તોવોય બોરહો નાંય કોએ, ચ્યા બોજ ખિજવાય ગીઅલા હેય, કાહાકા આમી તો ગુસ્સો કોઅના સમય એને મોઅલા લોકહા ન્યાય કોઅના સમય યેય ગીઅલો હેય. આમી તો સમય બી હેય, જોવે તું ચ્યા ભવિષ્યવક્તાહાન એને પવિત્ર લોકહાન એને ચ્યા બોદા લોકહાન જ્યા તો આદર કોઅતાહા ચ્યાહાન પ્રતિફળ દેહે, એને ચ્યેજ સમયે તું ચ્યાહા નાશ કોઅય દેહે જ્યાહાય દોરત્યેવોય વિનાશ કોઅલા હેય.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 11:18
48 Iomraidhean Croise  

તોવે આનંદિત એને મગન ઓઅજા, કાહાકા તુમહેહાટી હોરગામાય મોઠો ઇનામ હેય, ચ્યાહાટી કા ચ્યાહાય ચ્યા ભવિષ્યવક્તાહાન જ્યા તુમહેથી બોજ પેલ્લા આતા ચ્યાહાન ચ્ચેજ પરમાણે સતાવણી કોઅયી.”


ચ્યા દયા ચ્યા બિખ રાખનારા લોકહાવોય પેડયે પાઠી પેડી બોની રોહે.


એને જેહેકેન માઅહા યોક વોખાત મોઅના એને ચ્યા પાછે પોરમેહેરાથી ચ્યા ન્યાય ઓઅના નોકીજ હેય.


બાકી જોવે હાતમો હોરગા દૂત તુતારી વાજાડી, ચ્યે દિહે પોરમેહેરા ગુપ્ત રહસ્ય પુરાં ઓઅય જાય, જીં ચ્યાય ચ્યા સેવકાહાલ એટલે ભવિષ્યવક્તાહાલ આખલા આતા.”


બાકી દેવાળા બાઆપુર નાંય માપના, કાહાકા તો જાગો ચ્યાહાન દેનલો ગીયહો, તો જ્યેં માયેવોય બોરહો નાંય કોએ એને ચ્યે બેતાલીસ મોયના લોગુ પવિત્ર શેહેર યેરૂસાલેમવોય રાજ્ય કોઅરી.


જ્યા લોકહાન કૈદ ઓઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ કૈદ કોઅલે જાય, જ્યાહાહાટી તારવાયેકોય મોઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ તારવાય કોય માઆય ટાકી, યાહાટી જરુરી હેય કા પોરમેહેરા લોક ચ્યા દુઃખહાન સહન કોઅય જ્યાહા ચ્યે અનુભવ કોઅતેહે, એને ચ્યાહા બોરહો મજબુત રોય.


ચ્યા બિજા જંગલી જોનાવરાય બોદા લોકહાન વાહના કા મોઠા, માતલા કા ગોરીબ, સ્વતંત્ર કા ગુલામ બોદહાન મજબુર કોઅયા કા ચ્યે પેલ્લા જંગલી જોનાવરા નાંવ ચ્યાહા જમણા આથાલ નાયતે નિંડાળાવોય લોખે.


તે પોરમેહેર ચ્યાહાન બોજ નશા વાળો રોહો પાજી, વોગર પાઆય મિળાવલા, ચ્યા ગુસ્સો વાટકામાય રેચાવલો ગીઅલો હેય, એને ચ્યા લોક પવિત્ર હોરગા દૂતહા એને ગેટા હામ્મે આગ એને ગંધકમાય રીબાયી.


ચ્યા પાછે માયે આકાશામાય યોક ચિન્હ દેખ્યા, તી બોજ નોવાય લાગે ઓહડા એને બોજ ગાબરાવી દેનારા આતાં, તાં હાત હોરગા દૂત આતા, જ્યા હાત આલાગ-આલાગ આબદા લેયને ઉબલા આતા, ચ્યો આબદા છેલ્યો હેય, કાહાકા જોવે ચ્યો પારવાય જાય તોવે પોરમેહેરા ક્રોધ પારવાય જાય.


પાછે ચાર પ્રાણ્યાહા માઅને યોકાય બોદા હોરગા દૂતહાલ પોરમેહેરાપાઅને ભયાનક ક્રોધાકોય બાઆલો યોક-યોક હોના વાટકો દેનો.


ચ્યાઆરે એહેકેજ કોઆ જેહેકેન ચ્યાય લોકહાઆરે કોઅયાહાં, જીં દુઃખ ચ્યાય દેનહા ચ્યા ડબલ ફેરવી દા, ચ્યાય લોકહાન ચ્યા ખારાબ કામે કોઅરાહાટી ઉસરાવ્યા, ચ્યાલ પોરમેહેરા ક્રોધા ડબલ શક્તિ આરે સહન કોઅરા પોડી.


ચ્યા મુયામાઅને યોક ચીંદળી તારવાય નિંગી, તી લેયને તો બોદી જાતી લોકહાન આરવી દી, જો કાદો ચ્યા ઓદિકારાલ નાંય માને ચ્યાલ તો પુરીરીતે ડૉડ દેઅરી, તો સર્વશક્તિમાન પોરમેહેરા ભયંકર પ્રકોપાલ એહેકેજ છોડી દેઅરી, એહેકેન છોડી જેહેકેન રોહા કુંડામાઅને દારાખા રોહો વોવહે.


યા રાજહા, સૈનિકાહા, મુખ્યાહા, ગોતીવાળા સૈનિકાહા, ગોડા એને ચ્યાહાવોય બોઠલાહા મોઅલા શરીરા માહાં ખાં. એટલે જ્યા ગુલામ હેય, એને જ્યા ગુલામ નાંય હેય, હાના એને મોઠહા બેનહયા.”


એને પાછે માયે કાદાલતેરુ બોલતા વોનાયો, એને એહેકેન લાગ્યા જેહેકેન ઓ આવાજ પોરમેહેરા રાજગાદ્યેવોયને યેનો, ચ્યાય આખ્યાં, “ઓ પોરમેહેરા સેવકાહાય, એને તુમા જ્યેં હાને મોઠે બોદે પોરમેહેરા દાક રાખનારે, પોરમેહેરા સ્તુતિ કોઆ.”


એને માયે જ્યેં મોઅઇ ગીઅલે આતેં ચ્યા લોકહાન રાજગાદી આગલા ઉબલે દેખ્યે, એટલે હાના કા મોઠા. જોલા લોક દોરિયામાય બુડીન મોઅઇ ગીઅલે આતેં, એને કોબારેહે માઅને બોદા મોઅલા લોક, એને ચ્યે બોદે જ્યેં અધોલોકમાય આતેં, ચ્યે બોદે રાજગાદી હામ્મે ઉબે આતેં. એને ચોપડયો ખોલલ્યો ગીયો, જ્યેહેમાય જીવના ચોપડી બી સામીલ આતી, એને ચોપડયેમાય લોખલ્યો વાતહે નુસાર ચ્યાહા ન્યાય કોઅયો, જ્યેં કામે ચ્યાહાય કોઅલે આતેં, ચ્યા બોદહા ચ્યાહા કામહાનુસાર ન્યાય કોઅલો ગીયો.


તોવે પ્રભુ ઈસુવે આખ્યાં, “એએ, આંય માહારુજ યેનારો હેય, એને લોકહાય જીં કાય કોઅયાહાં ચ્યાનુસાર પ્રતિફળ દાંહાટી એને ડૉડ દાંહાટી યેય રિઅલો હેતાંવ.”


Lean sinn:

Sanasan


Sanasan