11 બાકી સાડે તીન દિહા પાછે પોરમેહેરા એહેરે જીવના શ્વાસ ચ્યાહામાય ફુકી દેનો, એને ચ્યા જીવતા ઓઅય ગીયા, એને ચ્યા ઉઠીન ઉબા રોય ગીયા, એને ચ્યાહાન એઅનારે બોજ ગાબરાય ગીયે.
એને યેરૂસાલેમ શેહેરા મંડળીમાય એને જ્યાહાય ઈ વાત વોનાયે ચ્યે બોદે બોજ ગાબરાય ગીયે.
ઈ વોનાતાજ હનાન્યા દોરતીવોય પોડી ગીયો, એને તો મોઓઈ ગીયો, એને બોદા વોનાનારા લોક ગાબરાય ગીયા.
એને જો પોરમેહેરા આત્મા જ્યાંય ઈસુલ મોઅલા માઅરે જીવાડયો, તુમહેમાય વાસ કોઅહે, જ્યાંય ખ્રિસ્તાલ મોઅલા માઅને જિવાડયોહો, તો તુમહે નાશમાન શરીરાલ બી પોતા આત્માકોય જો તુમહેમાય વાસ કોઅહે જીવાડી.
કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.
પાછે ચ્યેજ સમયે, યેરૂસાલેમ શેહેરમાય યોક મોઠો દોરતીકંપ ઓઅયો, એને શેહેરા બોંગલાહા દસમો ભાગ તૂટી પોડયો, એને ચ્યા દોરતીકંપ કોય હાત ઓજાર માઅહે મોઅઇ ગીયે, એને જ્યેં બોચી ગીયે ચ્યે બોજ ગાબરાય ગીયે, એને ચ્યાહાય હોરગા પોરમેહેરા મહિમા કોઅયી.
બોદા કુળા એને ભાષા એને બોદી જાતી લોક ચ્યાહા મોઅલા શરીરાલ સાડે તીન દિહા લોગુ એઅતે રોય, બાકી ચ્યાહા શરીરાલ કાદાલબી કબર માય થોવા પોરવાનગી નાંય દી.