1 પાછે માન હોરગ્યા દૂતાય માપા હાટી યોક પટ્ટી દેવામાય યેની, એને માન આખ્યાં, “જો, એને પોરમેહેરા દેવાળાલ એને વેદ્યેલ માપી લે, એને ચ્યા લોકહા ગોણત્રી કોઓ જ્યેં દેવાળામાય આરાધના કોઅય રીઅલે હેય.
પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.
બાકી તુમા પોરમેહેરા નિવાડલા લોક, એને ચ્યા યાજક હેતા, જો રાજા હેય, તુમા લોક પોરમેહેરાહાટી સમર્પિત એને ચ્યા ખાસ લોક હેતા. ચ્યે તુમહાન આંદારામાઅને પોતાના અદભુત ઉજવાડામાય હાદ્યાહા, એટલે તુમા ચ્યા અદભુત કામહા ઘોષણા કોઅય હોકે.
તોવે માન ઈ આખવામાય યેના, “તું બોદી જાતી એને દેશહા લોકહાન એને બોદી ભાષા બોલનારા લોકહાન એને રાજહાલ યોકદા પાછો આખ, જીં પોરમેહેર તુલ આખાહાટી આખી રિઅલો હેય.”
જો હોરગ્યો દૂત મા આરે બોલી રિઅલો આતો, ચ્યાપાય શેહેર એને ચ્યા બાઅણે એને ચ્યા કોટ માપ લાંહાટી હોના માપ-પટ્ટી આતી.