Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 1:9 - ગામીત નોવો કરાર

9 આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 1:9
35 Iomraidhean Croise  

ઈસુય ચ્યાહાન આખ્યાં, “જેહેકોય આંય બોગવીહીં, તેહેકોયજ તુમા બોગવાહા, તુમા મોઅઇ જાહા, જેહેકોય આંય મોઅઇ જાહીં, બાકી માન નોક્કી કોઅના ઓદિકાર નાંય હેય કા મા જમણે એને ડાબે આથે, કું તો માનાપાના જાગો મેળવી, પોરમેહેરાય ચ્યા જાગાલ તિયાર કોઅલા હેય, જ્યાહાન ચ્યાય નિવડયાહા ચ્યાહાહાટી.”


ચ્યાહાય ઈસુલ આખ્યાં, “આમે કોઅઇ ઓઅઇ હોકી” ઈસુય ચ્યાહાન આખ્યાં, “જેહેકોય આંય બોગવીહીં, તેહેકોયજ તુમા બોગવાહા; તુમા મોઅઇ જાહા, જેહેકોય આંય મોઅઇ જાહીં.


માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”


એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.


એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.


એને જો પોરમેહેરા પોહેં હેય, તે વારીસ બી હેય, બાકી પોરમેહેરા વારીસ એને ખ્રિસ્તાઆરે વારીસ હેય, એને જો આપા ખ્રિસ્તાઆરે દુ:ખ ઉઠાવજેહે, તોવે ચ્યાઆરે મહિમા બી ભાગી બોનહું.


બાકી આપા ચ્યે વસ્તુ આશા કોઅજેહે જીં આમી લોગુ આપહાપાય નાંય હેય, યાહાટી આપા ધીરજ રાખીન તાંવ લોગુ વાટ જોવજેહે જાવ લોગુ ચ્યાલ મેળવી નાંય લેજે.


એને આમહે આશા તુમહે બારામાય મજબુત હેય, કાહાકા આમા જાંઅતેહે, કા જ્યેં રીતે તુમા આમે દુ:ખહામાય ભાગીદાર હેય, તેહેકેનુજ તુમા આમહે દિલાસામાયબી ભાગીદાર ઓઅહા.


ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.


તેરુંબી તુમહાય હારાં કોઅયાહાં કા માન પોયહા દેયને મા દુઃખામાય સહભાગી બોન્યા.


પ્રભુ તુમહાન ઈ હોમજાંહાટી મોદાત કોએ કા પોરમેહેર તુમહાન કોલહા પ્રેમ કોઅહે, એને ઈસુ ખ્રિસ્ત હારકા ઘીર રાખા.


યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.


તુમહાન ધીરજ રાખના જરુરી હેય, યાહાટી કા જોવે તુમા પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહા, તોવે તો ચ્યો બોદ્યો વસ્તુ દેઅરી જ્યેહે વાયદો ચ્યાય તુમહાન કોઅયેલ.


કોલ્યોહોક ઓહડયો વાતો હેય જ્યો આંય તાઅને વડીલાહાન આખા કોઅતાહાંવ, કાહાકા આંયબી તુમહે હારકો યોક આગેવાન હેતાંવ. માયે પોતે ચ્યા દુઃખહાલ દેખ્યાહા, જીં બોજ પેલ્લા ખ્રિસ્તાય વેઠયાં. જોવે તો પાછો ફિરી યેઅરી, તોવે આંયબી ચ્યા મહિમામાય ભાગીદાર ઓઅહીં.


યે ચોપડયેમાય ઈસુ ખ્રિસ્તાલ પોરમેહેરાય જીં દેખાડયાં ચ્યે વાતહેબારામાય લોખલાં હેય, ચ્યાલ પોરમેહેરે યાહાટી દેખાડયાં કા તો પોતાના સેવાકાહાન ચ્યે ઘટનાહા બારામાય આખી હોકે જ્યો જલદીજ ઓઅનાર્યો હેય, એને ઈસુય ચ્યા હોરગા દૂતાલ દોવાડીન પોતાના સેવાક યોહાનાલ એટલે માન યો વાતો દેખાડયો.


યાહાટી, માયે તી બોદા કાય લોખ્યાં જી માયે એઅયા, એને માયે યા લેખ માય, પોરમેહેરા વચન એને ચ્યા હાચ્ચાં શિક્ષણા બારામાય જીં ઈસુ ખ્રિસ્તાય માન દેખાડલા આતાં, તી બોદા લોખલાં હેય.


આંય, યોહાન, ઈ પત્ર હાત મંડળ્યેહેલ લોખી રિઅલો હેય, જ્યો આસિયા વિસ્તારમાય હેય. આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર જો હેય, એને જો કાયામ આતો, એને જો યેનારો હેય, એને ચ્ચા હાત આત્માહા પાઅને, જો પોરમેહેર રાજગાદી હામ્મે હેય, તુમહાન સદા મોયા એને શાંતી મીળે.


એને ઈસુય આપહાન યોક રાજ્ય એને પોરમેહેર આબા સેવા કોઅરાહાટી યાજક બોનાવલે હેય, જ્યેં ચ્યા પોરમેહેર આબા સેવા કોઅતેહે, યાહાટી ઈસુ ખ્રિસ્તાલ મહિમા એને સામર્થ્ય સાદામાટે મિળતા રોય. આમેન.


જોવે ચ્યા બેન સાક્ષીદાર પોરમેહેરા સંદેશા પ્રચાર કોઅય ચુકી, તોવે તી ભયંકર જોનાવર બોજ ઉંડા ખાડામાઅરે નિંગી, એને તો ચ્યા બેની સાક્ષીદારહા આરે લોડાય કોઅરી, એને ચ્યાહાન આરવી દી, એને ચ્યાહાન માઆઇ ટાકી.


આમહે વિસ્વાસ્યાહાય સૈતાનાલ ગેટા લોયા સામર્થ્યાકોય આરવી દેનલો હેય, જો ચ્યાહા પાપહા માઅને છોડાવાહાટી મોઅઇ ગીઅલો આતો, ચ્યાહાય ચ્યાલ આરવી દેનો કાહાકા ચ્યાહાય ઓ બોરહો કોઅયો કા ગેટા ચ્યાહા પોરમેહેર આતો, ચ્યાહાન સતાવલા ગીયા, ઓલે લોગુ કા ચ્યે ચ્યાહાન માઆઇ ટાક્યેં, બાકી ચ્યે ચ્યાવોય બોરહો કોઅનાકોય પાહલા નાંય ઓટ્યે.


ચ્યા લીદે, અજગર ચ્યે થેએયેવોય બોજ ખિજવાય ગીયો, યાહાટી ચ્યાય થેએયે વંશજાહા વિરુદ લોડાય કોઅના ઘોષણા કોઅય દેની, એટલે ચ્યા લોકહા વિરુદ જ્યા પોરમેહેરા આગના પાલન કોઅતાહા, એને ઈસુવા કોય હિકાડલી શિક્ષા અનુસરણ કોઅરાહાટી મજબુત બોની રોતહા.


જ્યા લોકહાન કૈદ ઓઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ કૈદ કોઅલે જાય, જ્યાહાહાટી તારવાયેકોય મોઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ તારવાય કોય માઆય ટાકી, યાહાટી જરુરી હેય કા પોરમેહેરા લોક ચ્યા દુઃખહાન સહન કોઅય જ્યાહા ચ્યે અનુભવ કોઅતેહે, એને ચ્યાહા બોરહો મજબુત રોય.


યાહાટી પોરમેહેરા લોકહાહાટી ઈ જરુરી હેય, કા ચ્યે બોદે દુઃખેં સહન કોએ, જ્યાહામાઅને ચ્યે જાતહેં, એને પોરમેહેરા આગના પાલન કોએ, એને ઈસુવાવોય બોરહો કોઅના બંદ નાંય કોએ.


જોવે આંય વોનાયો તે આંય ચ્યા હામ્મે ઉંબડો પોડી ગીયો જો મા આરે વાત કોઅય રિઅલો આતો, કાહાકા આંય ચ્યાલ પાગે પોડા જાય રિઅલો આતો, ચ્યેય માન આખ્યાં, “નાંય, મા પાગે મા પોડહે, કાહાકા આંય કેવળ પોરમેહેરા સેવાક હેતાંવ, જેહેકેન તું હેય એને તો બાહા બોઅહી જ્યેં ઈસુકોય પ્રગટ કોઅલી હાચ્ચાં શિક્ષણાવોય બોરહો કોઅતેહે એને માનતેહેં, કેવળ પોરમેહેરુજ હેય જ્યા તુલ ભક્તિ કોઅરા જોજે, કાહાકા ઈ પવિત્ર આત્મા હેય જીં પોરમેહેરા લોકહાન ઈસુકોય આખલા ગીઅલા હાચ્ચાં પ્રચાર કોઅરાહાટી લાયકે બોનાડેહે.”


એને પાછી માયે કોલહ્યોક રાજગાદ્યેહેન દેખ્યો, ચ્યેહેવોય બોહનારાહા ટોલપે વાડી ટાકલે આતેં, કાહાકા ચ્યાહાય ઈસુ સંદેશ એને પોરમેહેરા વચના પ્રચાર કોઅલો આતો, ચ્યા લોકહાય ચ્યા જંગલી જોનાવરા એને ચ્યા મુર્તિહી પૂજા નાંય કોઅલી આતી, એને ચ્યાહા નિંડાળાવોય કા આથાવોય જંગલી જોનાવરા છાપ નાંય લાવલી આતી. ચ્યે પાછી જીવતે ઓઅય ગીઅલે આતેં એને રાજગાદ્યેહેવોય બોહી ગીયે. પોરમેહેરાય ચ્યાહાન રાજ્ય કોઅના ઓદિકાર દેનો એને ચ્યાહાય ખ્રિસ્તાઆરે યોક ઓજાર વોરહા લોગુ રાજ્ય કોઅયા.


તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.


જોવે ચ્યાય પાચમી મોહર ખોલી, તોવે માયે વેદ્યે તોળે ચ્યા લોકહા આત્માહાન દેખ્યાં જ્યાહાન માઆઇ ટાકલે આતેં, કાહાકા ચ્યે પોરમેહેરા વચનાહા પ્રતિ એને ચ્યા સંદેશા પ્રતિ વિશ્વાસયોગ્ય આતેં જો ચ્યાહાન મિળલો આતો.


તોવે માયે ચ્યાહાન આખ્યાં, “ઓ માલિક, આંય નાંય જાંઆવ બાકી તું જાંઅતોહો.” પાછો ચ્યાય માન આખ્યાં, “યેં ઉજળેં ડોગલેં પોવલા ચ્યા લોક હેય જ્યાહાય બોજ મોઠા સતાવા અનુભવ કોઅલો હેય, ચ્યાહાય ગેટા લોયાકોય પોત-પોતાલ પોરમેહેરા નોજરેમાય શુદ્ધ બોનાવી લેદલા હેય.”


Lean sinn:

Sanasan


Sanasan