Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રકટીકરણ 1:1 - ગામીત નોવો કરાર

1 યે ચોપડયેમાય ઈસુ ખ્રિસ્તાલ પોરમેહેરાય જીં દેખાડયાં ચ્યે વાતહેબારામાય લોખલાં હેય, ચ્યાલ પોરમેહેરે યાહાટી દેખાડયાં કા તો પોતાના સેવાકાહાન ચ્યે ઘટનાહા બારામાય આખી હોકે જ્યો જલદીજ ઓઅનાર્યો હેય, એને ઈસુય ચ્યા હોરગા દૂતાલ દોવાડીન પોતાના સેવાક યોહાનાલ એટલે માન યો વાતો દેખાડયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રકટીકરણ 1:1
30 Iomraidhean Croise  

કાહાકા માયે મા પોતા ઓદિકારા કોઇન વાત નાંય કોઅયી, બાકી પોરમેહેર આબહે જ્યેં માન દોવાડયોહો ચ્યાય માન આગના દેનહી, કા આંય કાય આખું એને કેહેકેન આખું?


આમીને તુમહાન ચાકાર નાંય આખું, કાહાકા ચાકાર નાંય જાંએ, કા માલિક કાય કોઅહે, બાકી તુમહાન માયે દોસ્તાર આખ્યાં, કાહાકા માયે જ્યો વાતો આબહા પાઅને વોનાયો, ચ્યો બોદ્યો તુમહાન આખી દેન્યો.


કાહાકા જો સંદેશ તુયે માન દેનો, માયે ચ્ચાહાન પોઅચાડી દેનો એને ચ્યા સંદેશાલ ચ્યાહાય બોરહો કોઅયો, એને હાચ્ચાં જાંઅતાહા કા આંય તોપાઅને યેનહો, એને ચ્યાહાય ઓ બોરહો કોઅયો કા તુયેજ માન દોવાડયોહો.


જીં કાય ચ્યાય એઅયા, એને વોનાલો હેય, ચ્યાજ સાક્ષી દેહે, એને બોજ વોછા લોક ચ્યા સાક્ષીવોય બોરહો કોઅતાહા.


તુમહે બારામાય માન બોજ કાય આખના એને ન્યાય કોઅના હેય બાકી માન જ્યેં દોવાડયો, તો હાચ્ચો હેય, એને જીં આંય ચ્યાથી વોનાયોહો, તીંજ આંય દુનિયા લોકહાન આખતાહાવ.”


ચ્યા પોરમેહેરા સ્તુતિ ઓઅય, તુમાહાલ જીં હારી ખોબાર આંય પ્રચાર કોઅતાહાંવ, એટલે ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશા પ્રચાર ઇસાબે બોરહો મજબુત કોઅય હોકે, ચ્યા ભેદા ઉજવાડા ઇસાબે જીં સનાતન કોય ગુપ્ત રિયો.


માન ઈ હારી ખોબાર આગલ્યા ડાયહા પાઅને નાંય મિળી એને નાંય કાદા માઅહાય માન હિકાડી, બાકી ઈસુ ખ્રિસ્તાય માન હારી ખોબાર હોમજાંહાટી મોદાત કોઅયી.


પોરમેહેરા ગુપ્ત ઓજના બોજ સમાયા પેલ્લા ગુપ્ત આતી, આમી પોરમેહેરાય માયેવોય તી ગુપ્ત યોજના પ્રગટ કોઅયીહી, ચ્યા બારામાય માયે પેલ્લા બી કોલહાક શબ્દ લોખલાં હેય.


ઈ પત્ર પાઉલ એહેરે હેય, આંય પોરમેહેરા સેવક એને ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, ઈ પત્ર આંય મા પાહા હારકો તીતુસાલ લોખી રિયહો, માન પોરમેહેરા નિવાડલા લોકહા બોરહો મજબુત કોઅરાહાટી એને ચ્યાહાન ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ જાંઅરા મોદાત કોઅરા નિવાડલો હેય, જેથી ચ્યે પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવે.


જી તુયે દેખ્યાહા, તી બોદા લોખી લે એને યે બેની વાતહેબારામાય બી લોખી લે, જ્યો આમી ઓઅય રિઅલ્યો હેય, એને જ્યો પાછે ઓઅનાર્યો હેય.


આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ.


એને જ્યા હાત હોરગા દૂતહાપાય પોરમેહેરા ગુસ્સા હાત વાટકા આતા, ચ્યાહામાઅને યોકાય યેયન માન ઈ આખ્યાં, “ઈહીં યે, આંય તુલ મોઠી વેશ્યા ડૉડ દેખાડીહી, જીં મોઠા દોરીયાવોય બોઠલી હેય.


જોવે આંય વોનાયો તે આંય ચ્યા હામ્મે ઉંબડો પોડી ગીયો જો મા આરે વાત કોઅય રિઅલો આતો, કાહાકા આંય ચ્યાલ પાગે પોડા જાય રિઅલો આતો, ચ્યેય માન આખ્યાં, “નાંય, મા પાગે મા પોડહે, કાહાકા આંય કેવળ પોરમેહેરા સેવાક હેતાંવ, જેહેકેન તું હેય એને તો બાહા બોઅહી જ્યેં ઈસુકોય પ્રગટ કોઅલી હાચ્ચાં શિક્ષણાવોય બોરહો કોઅતેહે એને માનતેહેં, કેવળ પોરમેહેરુજ હેય જ્યા તુલ ભક્તિ કોઅરા જોજે, કાહાકા ઈ પવિત્ર આત્મા હેય જીં પોરમેહેરા લોકહાન ઈસુકોય આખલા ગીઅલા હાચ્ચાં પ્રચાર કોઅરાહાટી લાયકે બોનાડેહે.”


તોવે હોરગા દૂતાય માન આખ્યાં, ઈ લોખજે, “ધન્ય હેય ચ્યે, જ્યાહાન ગેટા વોરાડા જેવણામાય આમંત્રણ દેનલા હેય,” ચ્યે પાછી માન આખ્યાં, “યે વચને પોરમેહેરાપાઅને હેય, યે બોદે નોક્કીજ હાચ્ચાં હેય.”


માયે પવિત્ર શેહેરાલ બી દેખ્યા, જીં નોવા યેરૂસાલેમ હેય, તી હોરગામાઅને પોરમેહેરાપાઅને નિચે યેય રીઅલા આતા, ચ્યા શેહેરાલ યોક વોવડી હારકા તિયાર કોઅલા આતા, જ્યેલ ડોગલેં પોવાડલે ગીયે, એને સોબા કોઅલી ગીયી, એને જીં વોવડાઆરે વોરાડ કોઅરાહાટી તિયાર હેય.


એને પાછી ચ્યા હાત હોરગા દૂતહાપાય જ્યો હાત આબદાહાકોય બોઆલે હાત વાટકે બોઅલે આતેં, ચ્યાહામાઅને યોક હોરગા દૂતાય માપાય યેયન મા આરે વાત કોઅયી, ચ્યે આખ્યાં, “ઈહીં યે આંય તુલ વોવડી દેખાડુહું જ્યેં માહારુજ ગેટા આરે વોરાડ ઓઅય જાય.”


તોવે હોરગ્યા દૂતાય માન જીવન દેનારા પાઅયા યોક નોય દેખાડી, જી પાઆય ચોખ્ખાં કાચાહારકા ચમાકતા આતાં એને ચ્યા પાઅયા ઝરો પોરમેહેરા રાજગાદી ઇહિને એને ગેટા બી રાજગાદી વોયને વોવી રીઅલા આતા.


“આંય, ઈસુ, મા હોરગા દૂતાલ યાહાટી દોવાડયેલ કા તુમહે આગલા મંડળીહે બારામાય યે વાતહે પ્રચાર કોએ, આંય દાઉદ રાજા કુળા હેતાંવ, જો ચ્યા તારા હારકો હેતાંવ જો દિહી નિંગા પેલ્લા ચોમકેહે.”


તોવે હોરગા દૂતાય માન આખ્યાં, “યો બોદ્યો વાતો તુલ આખલ્યો ગીઅલ્યો હેય, હાચ્યો હેય એને પુરીરીતે બોરહો કોઅના લાયકે હેય. કાહાકા પ્રભુ પોરમેહેરાય ભવિષ્યવક્તાહાલ ચ્યા આત્મા દેનલા આતા, તોજ હેય જ્યાંય માન જો ચ્યા હોરગ્યો દૂત હેતાંવ, તુલ આખાહાટી દોવાડયોહો જીં માહારુજ ઓઅરી.”


મા નાંવ યોહાન હેય, આંય તોજ હેય જો યો વાતો વોનાતો એને એઅતો આતો, એને જોવે આંય વોનાયો એને એઅયા, જો હોરગા દૂત માન યો વાતો દેખાડતો આતો, તોવે આંય ચ્યા હામ્મે પાગે પોડાહાટી ઉંબડો પોડયો.


બાકી ચ્યાય માન આખ્યાં, “નાંય, મા પાગે મા પોડહે, કાહાકા આંય કેવળ પોરમેહેરા સેવાક હેતાંવ, જેહેકેન તું હેય એને તો બાહા બોઅહી ભવિષ્યવક્તા જ્યેં ઈસુકોય પ્રગટ કોઅલી હાચ્ચી શિક્ષાવોય બોરહો કોઅતેહે એને માનતેહેં, કેવળ પોરમેહેરુજ હેય જ્યા તુલ આરાધના કોઅરા જોજે.”


માયે યો બોદ્યો વાતો દેખ્યા પાછે, માયે હોરગામાય યોક ઉગાડલા બાઅણા દેખ્યા, એને કાદાં તેરુ મા આરે વાત કોઅય રીઅલા આતા એને બોલનારો તોજ આતો જ્યા આંય પેલ્લો બી વોનાયેલ, જ્યા આવાજ તુતારી ફૂકના આવાજા હારકો આતો. એને ચ્યાય માન આખ્યાં, “માયેપાંય ઈહીં ઉચે યે, એને આંય ચ્યો વાતો તુલ દેખાડીહી, જ્યો યે વાતહે પાછે પુરાં ઓઅના જરુરી હેય.”


ચ્યા ગેટાય આગલા યેયન રાજગાદ્યેવોય બોહનારા જમણા આથામાઅને ચોપડ્યેલ લેય લેદી.


Lean sinn:

Sanasan


Sanasan