9 જ્યો વાતો તુમા માયેપાઅને હિક્યા, એને ગ્રહણ કોઅયો, એને વોનાયા એને માંયેમાય દેખ્યો, ચ્ચે વાતહે પાલન કોઆ, તોવે શાંતી દેનારો પોરમેહેર તુમહેઆરે રોય.
“એઆ, યોક કુંવારી મોયના ઓઅરી એને યોકા વાહના પોહાલ જન્મો દી ચ્યા નાંવ ઈમ્માનુએલ થોવજા,” જ્યા નાંવા મોતલાબ હેય “પોરમેહેર આપહેઆરે હેય”.
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
“જ્યેં માન, ‘ઓ પ્રભુ! ઓ પ્રભુ!’ એહેકેન આખતેહે, ચ્યાહામાઅને બોદાંજ લોક હોરગા રાજ્યમાય નાંય જાય હોકી, બાકી તોજ જાય હોકી જો મા હોરગ્યા આબહા મોરજી પરમાણે જીવન જીવહે.
“જોવે તુમા મા આખલ્યા નાંય માનેત, તો માન ‘ઓ પ્રભુ, ઓ પ્રભુ’ કાહા આખ્યાં કોઅતાહા?
તોવે ઈસુય ચ્યાહાન એહેકોય જાવાબ દેનો કા, “જ્યેં પોરમેહેરા વચન વોનાતેહે એને પાળતેહે ચ્યેજ મા આયહો એને બાહા હેય.”
આમી તુમા યો વાતો જાંઅતાહા, તો ચ્યાહાન કોઆ કા તુમા ધન્ય ઓઈ જાય.
જીં આગના આંય તુમહાન દેતહાવ, જોવે તુમા પાળે, તો તુમા મા દોસ્તાર હેય.
બાકી ઈસુવા આયહે ચાકારાહાન આખ્યાં, “તો જેહે આખે તેહે કોઆ.”
બાકી આમી ઉઠીન શેહેરામાય જો, કાદો તુલ આખી દી કા તુલ કાય કોઅના હેય.”
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર, જો શાંતી દેહે, તુમા બોદહાઆરે રોય. આમેન.
પોરમેહેર, જો શાંતી દેહે, સૈતાના શક્તિલ નાશ કોઇન ચ્યાલ તુમહે આધીન કોઅય દી. આમહે પ્રભુ ઈસુ સદા મોયા તુમા બોદહાઆરે ઓઅતી રોય.
મા જવાબ ઓ હેય, તુમા ચાહે ખાં, ચાહે પિયે, ચાહે જીં કાય કોએ તી બોદા પોરમેહેરા મહિમાહાટી કોઆ.
કાહાકા આપહે પોરમેહેર ગરબડ કોઅનારો પોરમેહેર નાંય હેય, બાકી શાંતી દેનારો પોરમેહેર હેય. જેહેકેન ઓ નિયમ પોરમેહેરા લોકહા બોદી મંડળીમાય પાલન કોઅલો જાહે.
યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમા મા દાખલા અનુકરણ કોઆ.
આમી, ઓ બાહાહાય એને બોઅયેહેય, આનંદામાય રા, સિદ્ધ ઓઅતા જાયા, યોકબિજાલ ઈંમાત દા, યોકાજ વિચારા બોના, મિળીન રા, એને પ્રેમ એને શાંતીદાતા પોરમેહેર તુમહેઆરે રોઅરી.
ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, તુમા બોદે મિળીન મા અનુસરણ કોઆ, એને ચ્ચાલ જ્યા સ્વભાવ ચ્ચા નમુના અનુસરણ હેય, જીં તુમહાય આમહેમાય દેખ્યેલ જોવે આમા તુમહેઆરે આતા.
તોવે પોરમેહેર તુમહાન શાંતી દેઅરી, જીં શાંતી લોકહા હુમાજના કોઅતા બોજ વોદારી હેય, તુમહે રુદયાલ એને તુમહે વિચારાહાલ ખ્રિસ્ત ઈસુમાય હાંબાળી થોવી.
તુમહાય આમહે એને પ્રભુવા અનુસરણ કોઅયા તુમહાવોય બોજ મુશ્કેલી આતી તેરુંબી તુમહાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેલ આનંદથી ગ્રહણ કોઅયો, જો પવિત્ર આત્માકોય દેનલો હેય.
યાહાટી ઓ બાહાહાય, તુમહાય તેહેકેન સતાવણી સહન કોઅયી જેહેકેન પોરમેહેરાવોય બોરહો કોઅનાર્યે મંડળી વિસ્વાસ્યાહાય સહન કોઅયા જ્યો યહૂદીયા વિસ્તારમાય ઈસુ ખ્રિસ્તામાય હેય, કાહાકા તુમહાય બી તુમહે લોકહાપાઅને તેહેકેન દુઃખ વેઠયાં, જેહેકેન ચ્યાહાય યહૂદીયાહાપાઅને વેઠયાહા.
શાંતી દેનારો પોરમેહેર ખુદ તુમહાન પુરીરીતે પવિત્ર બોનાવી દેય, તુમહે આત્મા એને જીવ એને શરીર આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યી તોદિહી લોગુ નિર્દોષ રોય.
એને પ્રભુમાંય આમહાન તુમહાવોય ઓહડી ખાત્રી હેય કા, આમહે આખલા પરમાણે તુમા કોઅતાહા એને કોઅતાબી રાહા.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પ્રભુ તોઆરે રોય, એને પોરમેહેરા સદા મોયા તુમા બોદહાવોય ઓઅતી રોય.
બાકી પોરમેહેરા વચન પાળનારા બોના, એને ફક્ત વોનાનારાજ નાંય જ્યા પોતાલ દોગો દેતહેં.
યા લીદે ઓ મા વિસ્વાસી બાહા એને બોઅયેહેય, પોતે પોતાલ એને બિજા લોકહાન ઈ દેખાડાહાટી આજુબી હારો વેવહાર કોઅરા કોશિશ કોઆ, કા પોરમેહેરે તુમહાન આસલીમાય હાદ્યાહા એને તુમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા. જો તુમા એહેકેન કોઅહા તે તુમા નોક્કીજ પોરમેહેરાથી આલાગ નાંય ઓઅહા.
એને જીં કાય આપા પોરમેહેરાપાઅને માગતેહે, તી આમહાન ચ્ચા પાઅને મિળહે, કાહાકા આપા ચ્ચા આગનાહા પાલન કોઅતાહા, એને આમા તીંજ કોઅજેહે જીં ચ્ચાલ હારાં ગોમહે.