Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 4:8 - ગામીત નોવો કરાર

8 યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, છેલ્લે જ્યો-જ્યો વાતો હાચ્ચો હેય, એને જ્યો-જ્યો વાતો આદરા યોગ્ય હેય એને જ્યો-જ્યો વાતો પોરમેહેર ન્યાયી માનહે, એને જ્યો-જ્યો વાતો પવિત્ર હેય, એને જ્યો-જ્યો વાતો હાર્યો હેય, એને જ્યો-જ્યો વાતો પ્રશંસા યોગ્ય હેય એટલે જી બી ઉત્તમ એને પ્રશંસા વાતો હેય ચ્ચેહેવોય તુમહે મન લાગી રોય.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 4:8
67 Iomraidhean Croise  

ચ્યાહાય પોતાના શિષ્યહાન હેરોદ લોકહા ટોળા આરે ઈસુવાપાય ઈ આખા દોવાડયા, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા હાચ્ચાં આખતોહો એને તું યા બારામાય ચિંતા નાંય કોએ કા લોક તો બારામાય કાય વિચાર કોઅતાહા, કાહાકા તું બોદહાઆરે હારકો વેવાહાર કોઅતોહો, બાકી પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતોહો. તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?


કાહાકા હેરોદ રાજા યોહાનાલ ન્યાયી એને પોરમેહેરા પવિત્ર માઅહું જાંઅતો આતો. યાહાટી તો ચ્યાથી બિઇ ગીયો એને ચ્યાલ હેરોદિયાસ રાણ્યે પાયને બોચાવી રાખાંહાટી જેલેમાય હારેરીતે રાખ્યો, એને જોવે ચ્યાઆરે બોલે તોવે ચ્યા હાંબળીન ગાબરાય જાતો આતો બાકી ખુશ્યેથી વોનાતો આતો.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા તો માઅહા હામ્મે પોતાનાલ હાચ્ચાં દેખાડતાહા, બાકી પોરમેહેર તુમહે મન જાંઅહે, કાહાકા જીં વસ્તુ તુમહે નોજરેમાય મોહત્વા હેય, તીં પોરમેહેરા નોજરેકોય એઅના ખારાબ હેય.”


ચ્યે સમાયે યેરૂસાલેમ શેહેરામાય સિમોન નાંવા યોક માટડો આતો, તો ન્યાયી એને પોરમેહેરા દાક રાખે, એને ખ્રિસ્ત કોવે યેયન ઈસરાયેલા લોકહાન શાંતી દી તો વાટ એઅતો રિયો, એને ચ્યાઆરે પવિત્ર આત્મા આતા.


યોસેફ નાંવા યોક માટડો આતો, જો અરીમતિયા શેહેરામાઅનો આતો, તો યહૂદી મોઠી સોબાયે યોક બોજ ઈજ્જતદાર માઅહું આતો.


જીં માઅહું પોતા કોઇન આખહે, તો પોતા વાહાવા કોઆડેહે, બાકી જીં માઅહું ચ્યાલ દોવાડનારા વાહવા કોઅહે તોજ ઈમાનદાર હેય એને ચ્યામાય કાય લુચ્ચાઈ નાંય હેય.


ચ્યાહાય આખ્યાં, “આમહાન હોવ સૈનિકાહા સુબેદાર કરનેલીયુસાય દોવાડયાહા, તો ન્યાયી એને બોરહો થોવનારો એને પોરમેહેરાલ બીઅનારો એને બોદી યહૂદી જાત્યે લોકહામાય હારાં માઅહું હેય, ચ્યેય યોક પવિત્ર હોરગા દૂત થી ઈ હોમજણ મેળવ્યા, કા તુલ પોતાના ગોઓ હાદિન તોપાઅને વચન વોનાયે.”


“તોવે હનાન્યા નાંવા મૂસા નિયમા પરમાણે ચાલનારો યોક પોરમેહેરા ભક્ત આતો, જો તાં રોનારા બોદા યહૂદીયાહામાય માનાપાના માઅહું આતો, માપાય યેનો,


યાહાટી ઓ બાહાહાય, આપહે માઅને હાંત નાવાજલા માટડાહાન જ્યા પવિત્ર આત્માકોય એને બુદ્દિ કોય બોઆલા રોય, ઓહડાહાલ નિવડી લા, કા આમા ચ્યાહાન યા કામ હોઅપી દેજે.


આપા દિહયા ઉજવાડામાય જીવનારા લોકહા હારકા જીવજે, ભોગ વિલાસ, નશાબાજી, વ્યબિચાર, લુચ્ચાઈ, જોગડો કોઅના એને ઈર્ષ્યામાય જીવન નાંય જીવના.


જો કાદાં હારાં કામ કોઅહે, ચ્યાલ ઓદિકાર્યાલ બીઅના ગોરાજ નાંય હેય, બાકી જો ખારાબ કામ કોએ, ચ્યાલ ઓદિકાર્યા બિક હેય, જો તું ઓદિકાર્યા પાઅને બિકવોગર રા માગતોહો, તે હારાં કામ કોઅતો રો, એહેકેન તો તુમહે વાહવા કોઅરી.


જીં કાદાં એહેકેન ખ્રિસ્તા સેવા કોઅહે, તે તી પોરમેહેરાલ ગોમહે, એને માઅહેબી ચ્ચા આદર કોઅતેહે.


બાકી યહૂદી તોજ હેય, જો ચ્યા મોનામાય યહૂદી હેય, એને સુન્નત તી હેય, જીં પવિત્ર આત્માકોય એને હૃદયાકોય કોઅલા જાહે, બાકી તી નાંય હેય, જીં મૂસા નિયમાહા નુસાર કોઅલા જાહે, ઓહડા લોકહા વાહવા લોકહાકોય નાંય ઓએ, બાકી પોરમેહેર ચ્યાહા વાહવા કોઅહે.


યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.


એને આમા આમહે પોરમેહેરાલ ઓહડી પ્રાર્થના કોઅજેહે, કા તુમા કાય ખોટાં નાંય કોએ, યાહાટી નાંય કા આમા હારેં દેખાજે, બાકી યાહાટી કા તુમા તીંજ કોઆ, જીં હારાં હેય, પાછે ભલે આમા અસફળ ઓઅજે બાકી આમા વિચારજેહે કા તુમા લોક હારાં કામ કોએ.


માનપાન, એને અપમાન, વાહવા એને નિંદા, ઈ બોદા આમહાન મિળ્યાં, આમહાન કપટી ગોણ્યા, બાકી આમા હાચ્ચાં બોલજેહે.


એને આમા ચ્યાઆરે યોક આજુ વિસ્વાસી બાહાલ દોવાડી રીયહા, જો બોદી મંડળ્યેહે વિસ્વાસ્યાહામાય હારી ખોબારે પ્રચારાહાટી માનાપાના ઓઅતો જાહાય.


કાહાકા જ્યો વાતો કેવળ પ્રભુવા નોજરેમાયજ નાંય, બાકી માઅહા નોજરેમાયબી હારી હેય, આમા ચ્યે વસ્તુહુલ હારિરીતે કોઅરાહાટી પોતે દિયાન દેજહે.


બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,


યાહાટી છેતારના છોડી દા, એને બોદા વિસ્વાસી લોકહાઆરે હાચ્ચાં બોલા, કાહાકા આપા યોકુજ શરીરા અવયવ હેજે.


કાહાકા જીં કાદાં માઅહું પ્રભુમાંય ઉજવાડામાય રોહે, તે ચ્યા જીવન હારાં એને ન્યાયી રોહે, એને ચ્યાવોય બોરહો કોઅલો જાહે.


પોરમેહેરા હાચ્ચાઇ તુમહે કંબરા આરે પોટા હારકા બાંદી લા, એને ન્યાયી સ્વભાવાલ ઝીલમ હારકા પોવીલા.


યાહાટી મા વિસ્વાસી બાહાબોઅયેહેય, પ્રભુમાંય આનંદ કોઅજા. માન તુમહાન તીજ વાત ગેડી-ગેડી લોખના કંટાળો નાંય યેય, એને ઈ તુમહે રક્ષણા હાટી મોદાત કોઅરી.


અવિસ્વાસ્યાહા આરે વાત કોઅરાહાટી મિળનારા બોદા મોકા હારી રીતીકોય ઉપયોગ કોઆ, એને ચ્ચાહા આરે બુદ્ધિકોય વ્યવહાર કોઆ.


જ્યેં થી અવિસ્વાસી માઅહું તુમહે વ્યવહાર એઇન આદર કોએ, એને તુમહાન જીં વસ્તુ ગોરાજ હેય ચ્યેહાટી બીજહા આધારે નાંય જીવા પોડે.


રાજ કોઅનારાહા હાટી એને બોદા લોકહાહાટી પ્રાર્થના કોઆ જ્યા ઓદિકારી હેય, જેથી ચ્ચા આપહાન શાંતીકોય એને હારેકોય રાંહાટી મોદાત કોઅય હોકે, એને આપા પોરમેહેરા ભક્તિ કોઅય હોકજે એને બીજહા આરે સાદા હારેકોય વ્યવહાર કોઅજે.


એને મંડળી સેવાકાહા થેએયોબી માનાપાના લાયકે રા જોજે, દોષ થોવનારી નાંય રા જોજે, બાકી હાચવીન વ્યવહાર કોઅનારી, એને બોદી વાતહેમાય ઈમાનદાર રા જોજે.


હારેં રીતેકોય પોતે ગુઉ ચાલાડનારો ઓઅરા જોજે, એને ચ્યા પાહાહાન હિકાડાં જોજે કા ચ્યે ચ્યાલ બોદી વાતહેમાય આદર હાતે ચ્યા આગના પાલન કોએ.


તું યે રીતીકોય વ્યવહાર કોઓ કા તુલ કાદાં બદનામ નાંય કોએ, કાહાકા તું જુવાન હેતો, બાકી તુલ તો બોલનાકોય, તો જીવના તરીકાકોય, બીજહાવોય તો પ્રેમ કોઅનાકોય, ખ્રિસ્તાવોય તો બોરહાકોય, તો દોષવોગાર જીવનાકોય, બોદહાહાટી તું નમુનો બોના જોજે.


એને બિજા લોકહાન યે વાતહે ઓળખાણ કોઅરા જોજે, કા ચ્યે સાદા હારેં કામ કોઅલે હેય, મતલબ, પોહહાલ હારેકોય હાંબાળ કોઅયા ઓરી, ગાવારાહા સેવાચાકરી કોઅલી હેય, મુસાફરી કોઅનારા વિસ્વાસીયાહા આપહે ગોઆમાય આવકાર કોઅયાહાં, જ્યેં દુઃખામાય આતેં ચ્યાહા મોદાત કોઅયીહી, ચ્યે બોદે જાત્યે હારેં કામ કોઅરાહાટી પોતાલ સમર્પિત કોઅલા હેય.


ડાયેં થેએયેહેન આયહો માનીન હોમજાડ, એને જુવાન થેએયેહેન બોઅહી હોમજીન ચ્ચે આરે ચોખ્ખાં મોનાકોય વ્યવહાર કોઓ.


બાકી ગાવારાહા પ્રેમથી ચાકરી કોઅનારો, બિજા લોકહાહાટી હારાં કામ કોઅનારો, સંયમી, ન્યાયી, પવિત્ર એને પોતે ભાવનાયેહે તાબામાંય રાખનારો જોજે.


ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.


ડાયા માટડાહાન હિકાડ, કા ચ્યા પોતાલ તાબામાંય રાખનારા બોને, એને લોકહામાય માનપાન મીળે એહેકેન વ્યવહાર કોએ, હોમાજદાર બોને, એને ચ્યાહા પોરમેહેરાવોય મજબુત બોરહો રા જોજે, બિજા લોકહાવોય પ્રેમ કોઅરા જોજે, એને સહન કોઅના મજબુત રા જોજે.


તું પોતે હારેં કામે કોઅઈન બોદી વાતહેમાય નમુનો બોન, જેથી બિજા લોક ચ્યા પાલન કોઅય હોકે, જોવે તું વિસ્વાસ્યાહાન પોરમેહેરા વચના બારામાય હિકાડે તોવે તું પવિત્રતા, ગંભીરતાથી હિકાડ, જેથી લોક તુલ આદર દેય.


આપહે વિસ્વાસી લોકહાન હિકાડ, કા હારાં કામ કોઅરાહાટી હિકે તે તી હારાં હેય, જેથી ખાસ જરુરી હેય ચ્યાહાન મોદાત કોઅય હોકે, જેથી યોકબિજાલ ઉપયોગી ઓઅય હોકે.


આમે વડીલાહા યેજ પરમાણના બોરહા લીદે પોરમેહેરાય દેખાડયા કા તો ચ્યાહાથી ખુશ આતો.


આમહેહાટી પ્રાર્થના કોઅતા રા, કાહાકા આમહાન ખાત્રી હેય, કા આમહે મોન ચોખ્ખાંજ હેય, કાહાકા આમા બોદ્યેજ પરિસ્થીમાય હારાં કામ કોઅરા માગજેહે.


આમહે પોરમેહેર આબાપાય ચોખ્ખી એને નિર્મળ ભક્તિ ઈ હેય, કા અનાથાહા એને વિધવાયેહે દુઃખામાય ચ્ચાહા ખોબાર લે, એને પોતાલ યા દુનિયા ખારાબ કામહાથી ઉસરાય નાંય જાં દેયના.


બાકી જીં ઓકાલ પોરમેહેરાપાઅને યેહે તી પેલ્લા તે પવિત્ર ઓઅહે પાછે શાંતી ફેલાવનારો, હારાં એને બુદ્ધિવાળો એને દયા એને હારેં કામાહાકોય બોઆલો એને ભેદભાવ વગર એને ઈમાનદાર ઓઅહે.


કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.


અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.


બોદહાથી મહત્વા વાત ઈ હેય કા યોક બિજાવોય વોદારે પ્રેમ કોઆ, કાહાકા જો તુમા લોકહાવોય પ્રેમ કોઅહા તે તુમા કાયામ કોઅહાબી ગલત કામાલ માફી દાંહાટી તિયાર રાહા જ્યો ચ્યાહાય કોઅયોહો.


ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, આમી આંય તુમહાન ઈ બિજા પત્ર લોખતાહાવ, માયે તુમહાન યે બેની પત્રે યાહાટી લોખ્યેહેં, એટલે જ્યો વાતો તુમા પેલ્લેથી જાંઅતાહા, ચ્યાહા બારામાય તુમહાન યાદ દેવાડવાથી આંય તુમહે મોનામાય શુદ્ધ વિચાર પેઅદાહા કોઅઇ હોકુ.


ઓ મા પ્રિય પોહાહાય, આપા શબ્દ એને વાતહેકોય નાંય, બાકી કામ એને હાચ્ચાઇથી પ્રેમ કોએ.


એને જો કાદો ખ્રિસ્તાવોય ઓહડી આશા રાખહે, તો પોતે એહેકોય પવિત્ર બોનહે જેહેકોય ખ્રિસ્ત પવિત્ર હેય.


ઓ પ્રિયાહાય, ગોમે ચ્યા આત્માહાવોય બોરહો નાંય કોઅના જો પવિત્ર આત્માકોય બોલના દાવો કોઅહે, બાકી આત્માહાન પારખા, કા ચ્યે પોરમેહેરાપાઅને હેય કા નાંય, કાહાકા બોજ જુઠા ભવિષ્યવક્તા દુનિયામાય હેય.


Lean sinn:

Sanasan


Sanasan