21 કાહાકા બિજા બોદા પોતાજ કાળજી કોઅતાહા એને ઈસુ ખ્રિસ્તા વાતહેહાટી કાળજી નાંય કોએ.
એને શિષ્યહાઆરે લોકહાન હાદિન ઈસુવે આખ્યાં “જો કાદાં મા શિષ્ય બોના માગહે, ચ્યાલ પોતાલ નાકાર કોઅરા જોજે એને પોતાનો હુળીખાંબ ઉચકીન મા શિષ્ય બોને.
બાકી કાદાં મા પાહી યેય, એને ચ્યા આબહો એને આયહો એને થેઅઈ એને પોહેં એને બાહા એને બોઅયહો એને પોતા જીવાલ બી અપ્રિય નાંય હુમજી, તોવે ચ્યા મા શિષ્ય નાંય ઓઈ હોકે.
પાઉલ એને ચ્યા હાંગાત્યા પાફુસ શેહેરા દોરિયામાઅને મુસાફરી સુરુ કોઅયી, એને પંફૂલિયા વિસ્તારા પિરગા શેહેરામાય પોઅચ્યા, તાં યોહાન માર્ક ચ્યાહાન છોડીન યેરૂસાલેમ શેહેરામાય પાછો ફિરી યેનો.
બાકી પાઉલ ચ્યાલ જો પંફૂલિયા વિસ્તારામાય ચ્યાહાથી આલાગ ઓઈ ગીયેલ, એને કામાવોય ચ્યાઆરે નાંય ગીયો, ચ્યાલ આરે લેય જાયના હારાં નાંય હોમજ્યા.
કાદાબી પોતાનાજ ફાયદાહાટી વિચાર નાંય કોએ, બાકી બીજહા ફાયદાહાટી બી વિચાર કોએ.
જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.
પ્રેમ બિજા લોકહાઆરે ખારાબ વ્યવહાર નાંય કોએ, પોતાલુજ ખુશ કોઅરા કોશિશ નાંય કોએ, ખિજવાય નાંય જાય, ચ્યાહા વિરુદમાય કોઅલા કામહા બારામાય ખોટાં નાંય માને.
કાહાકા, જ્યેં રીતે આમા ખ્રિસ્તા કોલહાક દુ:ખાહામાય સહભાગી હેય, ચ્યેજ રીતે ખ્રિસ્તાથી આમહાન વોદારે દિલાસો મિળતો રોય.
તુમહામાઅને બોદા લોક પોતાજ ફાયદાહાટી નાંય બાકી બીજહા ફાયદા બી વિચાર કોઆ.
તુલ ખોબાર ઓરી કા આસિયા વિસ્તારામાય રોનારા કોલહાક વિસ્વાસી લોકહાય માન છોડી દેનલો હેય, જ્યાહામાય ફુગેલુસ એને હિરમુગેનેસ બી હેય.
કાહાકા લોક પોતાવોયજ પ્રેમ કોઅનારા બોની, પોયહા લોબી, ડીંગમાર એને અભિમાની બોની જાય, એને બિજા લોકહા નિંદા કોઅનારા બોની જાય. પોતે આયહે-આબહા આખલ્યા નાંય માનનારા, એને કાદા આભાર નાંય માનનારા, અપવિત્ર,
કાહાકા દેમાસ દુનિયા વસ્તુહુવોય પ્રેમ કોઅરા લાગલો હેય, એને માન છોડીન થેસ્સાલોનિકા શેહેરામાય જાતો રિઅલો હેય, ક્રેસકેસ વિસ્વાસી બાહા ગલાતીયા વિસ્તારમાય ગીઅલો હેય, એને તીતુસ દાલમતીયા વિસ્તારમાય ગીઅલો હેય.
જોવે આંય પેલ્લાદા મા બોચાવ કોઅરાહાટી કોર્ટમાય ગીયો, તોવે મા આરે કાદો નાંય આતો, બાકી બોદા છોડીન જાતા રિયા, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર ચ્યાહાન દોષી નાંય ઠોરવે.