Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 1:7 - ગામીત નોવો કરાર

7 ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 1:7
34 Iomraidhean Croise  

કેવળ ઈંજ કા પવિત્ર આત્મા બોદા શેહેરમાય સાક્ષી દેય-દેયને માન આખહે કા બંધન એને સંકટ માંહાટી તિયાર હેય.


તોવે સૈન્યા ટોળા જોમાદારાય પાઉલાપાય યેયન ચ્યાલ દોઅઇ લેદો, એને બેન હાકાળેહે કોઇન બાંદા આગના દેયને પુછા લાગ્યો, “ઈ કું હેય, એને ચ્યે કાય કોઅયાહાં?”


પ્રેમ કોઅનારા માઅહું બોદા કાય સહન કોઅય લેહે, બોદી પરિસ્થીતીમાય પોરમેહેરાવોય બોરહો કોઅહે, પોરમેહેરાવોય સાદા આશા રાખહે, દુઃખામાય એને આબદામાય ધીરજ રાખીન જીવહે.


એને આંય ઈ બોદા ખ્રિસ્તા બારામાય હારી ખોબાર પ્રચાર કોઅરાહાટી કોઅતાહાંવ, જેથી માન હારી ખોબારેમાય વાયદા કોઅલા બોરકાતેહે માય ભાગ દેનલો જાય હોકે.


તુમા પોતેજ યોક પત્રા હારકા હેય, જો બોદહા હામ્મે પોરમેહેરાહાટી આમહે કામહા ભલામણ કોઅહે, જીં આમહે રુદયાવોય લોખલાં હેય, એને કાદાબી ચ્યાલ વાચી હોકહે એને તુમહે વોચમાય આમહે હારાં કામહાલ વોળખી હોકહે.


આંય તુમહાન દોષી ઠોરવાહાટી ઈ નાંય આખું, કાહાકા આંય પેલ્લોજ આખી ચુકયોહો, કા આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે, એને પ્રેમ કોઅતા રોહુ, ભલે કાયબી ઓઅય જાય.


જો તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, તે પાછે યે વાતેકોય કાય ફેર નાંય પોડે કા તુમહે સુન્નત ઓઅલા હેય કા નાંય, બાકી ઈ વાત મહત્વા હેય કા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે એને પોરમેહેરાવોય એને બિજા લોકહાવોય પ્રેમ કોઅતેહે.


યા લીદે, આંય પાઉલ ગેર યહૂદી લોકહામાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ.


યાહાટી આંય પ્રભુ ઈસુ સેવા કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ, તુમહાન વિનાંતી કોઅહુ કા, પોરમેહેરાય તુમહાન જ્યેં રીતેકોય જીવન જીવાહાટી નિવડી લેદે, ચ્યે રીતેકોય જીવન જીવા.


કાહાકા આંય હારી ખોબારે લીદે કૈદમાય હેતાંવ, યાહાટી પ્રાર્થના કોઆ, જેહેકેન માન બોલા જોજે, તેહેકેન બિકવોગર હારી ખોબારે પ્રચાર કોઅય હોકુ.


ઓ વિસ્વાસ્યાહાય, મા ઇચ્છા હેય, કા તુમા જાંઆય લેય કા જીં આંય કૈદમાય બોગવી રિઅલો હેય, ચ્યાકોય હારી ખોબાર આખાહાટી રુકાવાટ નાંય ઓએ બાકી મોદતરૂપ બોનલા હેય.


કાહાકા કૈસરા રાજમેહેલા બોદા સીપાડા એને બિજા બોદા લોક જાંઆય ગીઅલા હેય કા આંય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના લીદે કૈદી હેય.


એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.


કાહાકા તુમહાય જ્યા દિહયા પાઅને હારી ખોબારેવોય બોરહો કોઅયો, એને ચ્ચા સમયથી આજ લોગુ તુમા ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખના કામામાંય માન મોદાત કોઅતે રીયહે.


બાકી તુમા તિમોથી બોરહાવાળા જીવના બારામાય વોળાખતેહે એને ચ્ચા બારામાય જાંઅતેહે, જેહેકેન પોહો ચ્યા આબહા આરે રોહે, તેહેકેન ચ્યાય મા આરે હારી ખોબારે પ્રચાર કોઅનામાય મેઅનાત કોઅલા હેય.


તેરુંબી તુમહાય હારાં કોઅયાહાં કા માન પોયહા દેયને મા દુઃખામાય સહભાગી બોન્યા.


ઓ ફિલિપ્પી શેહેરા લોકહાય, તુમા જાંઅતાહા કા તુમહે વોચમાય હારી ખોબાર પ્રચાર કોઅયા પાછે જોવે આંય તુમહેપાઅને મોકોદુનિયા વિસ્તારામાઅને ગીયો, તોવે તુમહાન છોડીન બીજી કાદી મંડળ્યે પોયહા બારામાય મોદાત નાંય કોઅયી.


ઓ હાચ્ચાં મોદાત્યા, આંય તુલબી વિનાંતી કોઅતાહાંવ, કા તું ચ્ચે બાયહેલ એકતામાય લેય યાહાટી મોદાત કોઓ, કાહાકા ચ્યેહેય મા આરે હારી ખોબાર ફેલાવાં, ક્લેમેંસ એને મા બિજા મોદાત્યાહા આરે મેઅનાત કોઅઇ જ્યાહા નાંવે જીવના ચોપડયેમાય લોખલે હેય.


આંય પાઉલ, તુમહાન સલામ આખાહાટી યા પત્રામાય આંય મા આથાકોય લોખી રિઅલો હેય, એને યાદ કોઅજા કા આંય કૈદી હેતાંવ, એને માંહાટી પ્રાર્થના કોઅજા, એને તુમહેવોય પોરમેહેરા સદા મોયા ઓઅતી રોય. આમેન.


એને આમહેહાટી બી પ્રાર્થના કોઆ, કા પોરમેહેર આમહાન વચન પ્રચાર કોઅરાહાટી મોકો દેય, એને આમા ખ્રિસ્તા તો ભેદ આખી હોકજે, જ્યા લીદે કૈદી હેતાંવ.


કાહાકા તુમા બોદા ઉજવાડા લોક એને દિહયા લોક હેતા, આપા રાતી લોક નાંય એને આંદારાવાળા લોક નાંય હેજે.


યાહાટી બિજા લોકહાન આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા બારામાય આખાહાટી તુલ શરામ નાંય લાગા જોજે, એને આંય ચ્ચા સેવા કોઅના લેદે જેલેમાય કૉડાય ગીયો, ચ્યા શરામબી નાંય લાગા જોજે, બાકી પોરમેહેરા સામર્થ્યાવોય બોરહો કોઇન, તું મા આરે હારી ખોબારેહાટી દુઃખ વેઠીલે.


આંય હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ યાહાટી ગુનેગારા હારકો જેલેમાય દુઃખ વેઠતાહાવ, બાકી કાદાબી પોરમેહેરા હારી ખોબાર ફેલાવાહાટી રોકી નાંય હોકે.


આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે કૈદમાય હેતાંવ તોવે, મા મોદાત કોઅરાહાટી તો જાગાવોય ચ્યાલ આંય મા આરે આનંદથી રાખી હોકતો.


ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.


બાકી યા બારામાય ખુશ રા, કાહાકા તુમહાન ચ્યા દુ:ખાહામાય યોક ભાગ મિળ્યહો જ્યેં ખ્રિસ્તાલ મિળલે આતેં. યા લીદે, જોવે ખ્રિસ્ત બોદા લોકહાન પોતાની મહિમા પ્રગટ કોઅરાહાટી પાછો યેઅરી તે તુમહે આનંદ હાચ્ચોજ મોઠો રોઅરી.


કોલ્યોહોક ઓહડયો વાતો હેય જ્યો આંય તાઅને વડીલાહાન આખા કોઅતાહાંવ, કાહાકા આંયબી તુમહે હારકો યોક આગેવાન હેતાંવ. માયે પોતે ચ્યા દુઃખહાલ દેખ્યાહા, જીં બોજ પેલ્લા ખ્રિસ્તાય વેઠયાં. જોવે તો પાછો ફિરી યેઅરી, તોવે આંયબી ચ્યા મહિમામાય ભાગીદાર ઓઅહીં.


એને જાંવલોગુ આંય જીવહું તાંઉલોગુ તુમહાન યે વસ્તુહુ યાદ દેવાડતો રાવ, ને તુમહાન ચેતવીન રાખા, મા જવાબદારી હોમજુહું, કાહાકા આંય જાંઅહું કા આંય માહારીજ મોઅઇ જાહીં, જેહેકેન આપહે ઈસુ ખ્રિસ્તાય માન ચોખ્ખે રીત્યેથી દેખાડયાહા.


આપા જાંઅજેહે, કા આપહે મોરણા શક્ત્યે માઅને છુટકો ઓઈ ગીયહો એને આમી આપહાપાય અનંતજીવન હેય. કાહાકા આપા બાહાહાવોય પ્રેમ કોઅજેહે, જ્યા પ્રેમ નાંય કોએત, ચ્ચા મોરણા બંધનમાય હેય.


Lean sinn:

Sanasan


Sanasan