4 એને જોવેબી આંય તુમહેહાટી પ્રાર્થના કોઅતાહાંવ તોવે ખુશીથી પ્રાર્થના કોઅતાહાંવ.
એને કાયામ રાતદીહી તો માહણામાય ફીએ એને ડોગાહામાય બોંબલ્યા કોએ, એને તો દોગડાહા કોઇન ચ્યા શરીરાલ વાડી લેતો આતો.
આંય તુમહાન આખહુ, કા યેજ રીતે યોક પાપ કોઅનારો જોવે પાપ કોઅના બોંદ કોઅરી ચ્યાહાટી પોરમેહેરા હોરગા દૂતહા હામ્મે આનંદ ઓઅહે.”
આંય તુમહાન આખહુ કા ચ્યેજ રીતે યોક પાપ કોઅના બંદ કોઅનારા પાપી લોકહા બારામાય હોરગામાય ઓલોજ આનંદ ઓરી, જોલા કા નોવાણુ ઓહડા ન્યાયી લોકહા બારામાય બી નાંય ઓઈ, જ્યાહાલ પાપ છોડના જરુરી નાંય હેય.”
પોરમેહેર જ્યા સેવા આંય પુરાં મોનાકોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ, તોજ મા સાક્ષી હેય કા આંય જોવે પ્રાર્થના કોઅતાહાંવ તોવે સાદા તુમહાન યાદ કોઅતાહાંવ.
તે યોકા વિચારા બોના, યોક હારકા પ્રેમ કોઆ, યોક જીવ ઓઆ, એને યોકુજ ઉદ્દેશ રાખીન મા આનંદ પુરો કોઆ.
ઓહડા બોજ લોક હેય, જ્યા એહેકેન કામ કોઅતાહા જ્યાહા બારામાય તુમહાન ગેડી-ગેડી આખતાહાવ, એને આમીબી રોડી-રોડીન આખતાહાવ કા ચ્ચે આપહે વ્યવહારાથી ખ્રિસ્તા હુળીખાંબાવોય મોઅના મતલબા વિરુદ કોઅતેહે.
યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય તુમાહાવોય બોજ પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહાન મિળાહાટી વાટ જોવી રિઅલો હેય, જો મા આનંદ એને મુગુટ હેય, ઓ બાહાહાય પ્રભુમાંય એહેકેનુજ, તુમહે બોરહામાય મજબુત રા.
કાહાકા આંય તુમહેઆરે નાંય હેતાંવ, તેરુંબી તુમહે બારામાય વિચાર કોઅતો રોતહાવ, એને આંય ઈ જાઇન ખુશ ઓઅતાહાવ કા તુમહાય જેહેકેન જીવા જોજે તેહેકેન તુમા જીવતેહે એને ખ્રિસ્તાવોય તુમહે બોરહો પાકો હેય.
આમા જોવે-જોવે પ્રાર્થના કોઅજેહે તોવે તુમહાન યાદ કોઅજેહે તુમહે બોદહાહાટી પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે.
ઓ બાહા, આંય તો બીજહાવોય પ્રેમ કોઅના બારામાય જાંઆઈન બોજ આનંદિત એને ઉત્સાહિત ઓઅય ગીયો, કાહાકા તોકોય પોરમેહેરા લોક ઉત્સાહિત ઓઅય ગીઅલા હેય.
આંય બોજ આનંદિત જાયો, જોવે આંય વોનાયોકા તો કોલહેક પોહેં ચ્યે હાચ્ચાયે પાલન કોઇન જીવી રીયહે, જ્યાહાલ આમહે પોર મેહેર આબહે આમહાન કોઅરા આગના દેનહી.