Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ફિલિપ્પીઓને પત્ર 1:20 - ગામીત નોવો કરાર

20 મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.

Faic an caibideil Dèan lethbhreac




ફિલિપ્પીઓને પત્ર 1:20
41 Iomraidhean Croise  

ઈસુય ઈ આખાહાટી આખ્યાં, કા પિત્તર કેહેકેન મોઅરી એને પોરમેહેરાલ મહિમા કોઅરી, એને એહેકોય આખીન ચ્યાલ આખ્યાં, “મા શિષ્ય બોની રો.”


બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.


બાકી પાઉલે ચ્યાહાલ જાવાબ દેના, “તુમા કાય કોઅતાહા, જ્યા રોડી-રોડીન મા દિલાલ તોડતાહા? આંય તે પ્રભુ ઈસુ નાવાહાટી યેરૂસાલેમ શેહેરમાય ખાલી બાંદલો જાંઅનાહાટીજ નાંય બાકી મોઅરાહાટીબી તિયારી હેતાઉ.”


જોવે ચ્યે પ્રાર્થના કોઇ ચુક્યે, તોવે તો જાગો જાં ચ્યે બેગે આતેં આલી ગીયો, એને ચ્યે બોદે પવિત્ર આત્માકોય બાઆય ગીયે, એને ચ્યા પોરમેહેરા વચન મોઠી ઈંમાતે કોય આખે.


યાહાટી ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય આપહાવોય બોજ દયા કોઅલી હેય, ચ્ચાલ યાદ કોઆડીન આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા પોતાના જીવન, પવિત્ર, એને પોરમેહેરાલ પોસંદ પોડે એહેકેન પોરમેહેરાલ બલિદાના રુપામાય સમર્પિત કોઆ, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅના ઓજ હાચ્ચો તરીકો હેય.


એને આશા થી શરામ નાંય ઓઅય, કાહાકા પોરમેહેરાય આપહાન પવિત્ર આત્મા દેનલા હેય ચ્યાકોય પોરમેહેરા પ્રેમ આપહે મોનામાય બાઆલા હેય.


તુમા તુમહે પોતાના શરીરા અવયવાલ ખારાબ કામ કોઅરાહાટી પાપાલ નાંય હોપતે, બાકી પોતાલ મોઅલા માઅને જીવી ઉઠના હોમજીન તુમહે જીવનાલ પોરમેહેરાલ હોઅપી દા, એને તુમહે શરીરા અવયવાલ હારેં કામ કોઅરાહાટી તુમહે જીવનાલ પુરીરીતે પોરમેહેરાલ હોઅપી દા.


આંય તુમહે હોમાજના નોબળાયે લીદે માઅહા વિચારાકોય આખહુ, જેહેકોય તુમહાય પોતાના શરીરા અવયવાલ અશુદ્ધતા એને ખારાબ કામ કોઅરાહાટી હોપલા આતા, તેહેકોયજ આમી પોતાના શરીરા અવયવાલ ન્યાયી જીવન જીવાહાટી હોઅપી દા.


કાહાકા ચ્યા બોનાડલી બોદી દુનિયા મોઠી આશેકોય પોરમેહેરા પોહહા રુપામાય પ્રગટ ઓઅના વાટ જોવી રિઅલી હેય.


જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “એઆ, આંય યેરૂસાલેમ શેહેરામાય યોક ઓહડો દોગાડ થોવહું, જ્યાથી લોક ઠોકાર લાગીન પોડી જાય, એને જો કાદો ચ્યાવોય બોરહો કોઅરી, તો શરમિંદા નાંય ઓઅરી.”


ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન ઈ વાત નોક્કી હેય કા આંય તુમહે લીદે ખુશ હેય કાહાકા તુમા આમહે પ્રભુ ઈસુ ખિસ્તાવોય બોરહો કોઅતેહે, તેહેકેનુજ ઈ બી નોક્કી હેય કા માન દિનેરોજ માઆય ટાકના ખોતરો હેય.


કાહાકા પોરમેહેરાય તુમહાન કિંમાત ચુકાડીન વેચાતે લેદલે હેય, યાહાટી તુમહે શરીરાકોય પોરમેહેરા મહિમા કોઆ.


વોરાડ કોઅલા એને વોરાડ નાંય કોઅલામાંય બી મર્મ હેય, વોરાડ નાંય જાયહાં તીં તે પ્રભુ કેહેકેન સેવા કોઅના બારામાય વિચાર કોઅહે, એને ચ્યા શરીરાકોય એને આત્માકોય પ્રભુલ ખુશ કોઅરાહાટી કોશિશ કોઅહે, બાકી વોરાડ ઓઅલી થેએ દુનિયામાય દિનેરોજ્યા જીવના બારામાય ચિંતા કોઅહે કા પોતાના માટડાલ કેહેકેન ખુશ રાખું.


જો આંય ચ્યા ઓદિકારા બારામાય કાય વોદારે વાહવા કોઅતાહાંવ, જીં પ્રભુય માન તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી દેનહા નાંય કા તુમહે બોરહાલ નાશ કોઅરાહાટી, તે માન યે વાતે કાય લાજ નાંય હેય.


યાહાટી ઓહડી આશા રાખીન આમા ઇંમાતથી બોલજેહે.


આમા કાયામ પોતાના શરીરામાય ઈસુ મોરણાલ લેઈને ફિરજેહે, એટલે જીં કામ આમા કોઅજેહે ચ્યાથી લોક ઈસુ જીવનાલ એઅય હોકે.


એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.


કાહાકા જો માયે તીતુસા હામ્મે તુમહેવોય અભિમાન દેખાડયોહો, તે માન ચ્યાહાટી લાજવાયા નાંય પોડ્યા. જ્યેં પરમાણે, જીં માયે તુમહાન આખ્યાં તી હાચ્ચાં આતા, ચ્યેજ પરમાણે તીતુસા હામ્મે મા અભિમાન કોઅના બી હાચ્ચાં સાબિત જાયા.


આંય તુમહાન પુરા બોરહાથી આખી રિયહો, આંય તુમહે વાહવા કોઅહુ, માન બોજ દિલાસો મિળ્યો એને બોદ્યેજ મુશ્કીલ્યેહેમાય, આંય આનંદાકોય બોઆલો રોતાહાંવ.


એને વિસ્વાસી લોકહામાઅને ઘોણા લોકહાન મા કૈદમાય રોવાથી આજુ ઈંમાત મિળલી હેય, એને ચ્યે બોજ ઈંમાતકોય એને દાક વોગાર પોરમેહેરા વચન આખતેહે.


જોવે માયે તુમહાન હારી ખોબાર આખી, તે તુમહાય પ્રભુ ઈસુવોય બોરહો કોઅયો એને ચ્યા સેવાહાટી તુમહે જીવન બલિદાન કોઅય દેના, યાહાટી માન માઆઇ બી ટાકે તેરુંબી આંય તુમહે બોદહાઆરે ખુશ હેતાંવ એને ખુશ રોહીં.


આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.


શાંતી દેનારો પોરમેહેર ખુદ તુમહાન પુરીરીતે પવિત્ર બોનાવી દેય, તુમહે આત્મા એને જીવ એને શરીર આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યી તોદિહી લોગુ નિર્દોષ રોય.


બાકી જો ખ્રિસ્તી ઓઅના લીદે દુઃખ બોગવે, તે ચ્યાથી શરમાયા નાંય પોડે, બાકી, પોરમેહેરા મહિમા કોઆ કા તુમા યાહાટી દુઃખ વેઠી રીયહા કાહાકા તુમા ખ્રિસ્તા હેતા.


ઓ પાહાહાય, ખ્રિસ્તાઆરે એકતામાય કાયામુંજ બોની રા, યાહાટી કા જોવે તો પાછો દુનિયામાય યેઅરી તે આમહાન ઈંમાત રોય એને આમા ચ્ચા યેયના થી ચ્ચા હામ્મે શરમિંદા નાંય ઓઅજે.


Lean sinn:

Sanasan


Sanasan