9 માઅહા બોજ ગીરદ્યે લેદે, ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “માન બોહરાહાટી યોક વાહની ઉડી લીયા, એટલે માઅહે માન ડેકલી નાંય હોકે.”
એને લોકહાન છોડીન ઈસુ ઉડીમાય બોહી ગીયો એને માગાદા દેશા વિસ્તારામાય યેનો.
ઈસુ પાછો ગાલીલા દોરિયા મેરે હિકાડે, તોવે ચ્યાપાય બોજ મોઠી ગીરદી બેગી ઓઈ ગીયી, યાહાટી તો દોરિયામાય ઉડી આતી ચ્યેમાય ચોડીન બોહી ગીયો, એને માઅહા બોદો ટોળો દોરિયા મેરે ઉબો આતો.
એને શિષ્યહાય લોકહા ટોળાલ તાંજ રા દેના, એને ચ્યા ઉડીમાય બોઠા, જ્યેં ઉડીમાય ઈસુ આતો, એને ઈસુલબી ચ્યાહાઆરે લેય ગીયા, એને બીજે ઉડયે બી ચ્યાઆરે આતેં.
જોવે ઈસુ ઉડીમાઅને ઉત્યો, તોવે યોક માઅહાન બુત વોળાગલા આતો તો તારાતુજ માહણાહા માઅને નિંગીન ચ્યાલ મિળ્યો.
ઈસુય પોતે લોકહા એછે ફિરીન પુછ્યાં, “કુંયે મા ફાડકાલ આથ લાવ્યો?” ચ્યાય જાંઅયા કા માયેમાઅને કામ કોઅના સામર્થ નિંગ્યહા.
યાહાટી ચ્યા ઉડીમાય બોહીન યોક એકાંત જાગામાય નિંગી ગીયા જાં ચ્યા યોખલાજ રોય હોકે.
યોક દિહી ઈસુ ગેનેસારેત દોરિયા મેરાવોય ઉબો રિઅલો આતો, એને માઅહે પોરમેહેરા વચન વોનાયાંહાટી ગીરદી કોએત એને ચ્યાલ બીચડી રીઅલા આતા, તોવે એહેકોય જાયા,
ચ્યેહેમાઅને યોક ઉડી સિમોના આતી, ચ્યામાય તો ચોડી ગીયો, એને ઉડીલ મેરાવોઅને થોડહે લોગુ પાઅયામાય લેય જા ચ્ચાહાન આખ્યાં પાછે ઉડીમાય બોહીન લોકહાન હિકાડતો લાગ્યો.
ઈસુ જાંઆઈ ગીયો કા ચ્યાલ રાજા બોનાવાહાટી ચ્યે માઅહે દોઅરાં કોએત, તોવે તો પાછો ડોગાવોય યોખલોજ જાતો રિયો.