6 તોવે ચ્યા ગાઆમાય કોલાહાક મૂસા નિયમ હિકાડનારા ગુરુ બોઠલા આતા, જીં કાય ઈસુવે આખ્યાં ચ્યા બારામાય ચ્યા મોનામાય વિચાર કોઅતા લાગ્યા,
ઈસુવે, જાંઅયા કા ચ્યા માયેવોય બોરહો થોવતાહા, લખવાવાળા માઅહાન આખ્યાં, “ઓ બાહા, તો પાપહાલ આંય માફ કોઅતાહાંવ.”
“ઈ માઅહું એહેકેન કાહા આખહે? એલો તે પોરમેહેરા નિંદા કોઅહે, કાય એલાલ નાંય ખોબાર હેય કા પોરમેહેરુજ પાપ માફ કોઅઇ હોકહે?”
ઈસુ જાંઆઈ ગીયો ચ્યા કાય વાતો કોઅતાહા તોવે શિષ્યહાન આખ્યાં કા, “આમેપાય બાખે નાંય હેય ઓહડા તુમા કાહા વિચાર કોઅતાહા? કાય તુમાહાય તુમહે મોનાલ ઓલા કોઠાણ બોનાવી લેદહા કા તુમા આજુબી હોમજી નાંય હોક્યાહા?
યાથી આમા હર યોક વિરોદાલ, ચ્યા હર યોક મોઠયો-મોઠયો વાતો કોઅનારાલ, જીં પોરમેહેરા જ્ઞાના વિરુદ માથાં ઉઠાવેહે, તોડી પાડજેહે એને હર યોક વાદવિવાદ કોઅનારાલ ખ્રિસ્તા આગના પાળનારો બોનાડી દેજહે.