11 “તુલ આંય આખતાહાવ, ઉઠ, તો ખાટલા લેઈને ગોઓ જો.”
તોવે ઈસુવાલ દયા યેની એને આથ લાંબો કોઇન ચ્યાલ લાવ્યો એને આખ્યાં, “મા ઇચ્છા હેય તું ચોખ્ખો ઓઅઇ જો, ચોખ્ખો ઓઅઇ જો.”
બાકી તુમહાન ખોબાર પોડા જોજે કા માન એટલે માઅહા પોહાલ દોરત્યેવોય લોકહા પાપ માફ કોઅના ઓદિકાર દેનલો હેય.” ચ્યાહાટી ઈસુ લખવાવાળા માઅહાન આખહે.
તો ઉઠયો, એને તારાત ખાટલા ઉચકીન બોદહા દેખતા ચ્યે ગોઅને જાતો રિયો. બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા પોરમેહેરા મહિમા આખતા લાગ્યા, “ઓહડા તે આપહાય કાદે દિહે દેખ્યાંજ નાંય.”
આત્મા જીવન દેહે, શરીરાકોય કાય ફાયદો નાંય. જ્યો વાતો માયે તુમહાન આખ્યો તી આત્મા હેય, એને જીવન બી હેય.