21 ચ્યેજ ગેડીયે ઈસુવે બોજ લોકહાન બિમારીમાઅને એને દુઃખહામાઅને એને બુતા તાબામાઅને છોડાવ્યા એને બોજ આંદળાહાન દેખતા કોઅયા.
પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
ચ્યા દિહયા દિહી ઈસુવે બોજ જાંઅહાન હારાં કોઅલા, ચ્યાહાટી ચ્યા બિમાર લોક ચ્યાપાય ગીરદી કોઅતા આતા.
એને તારાત ચ્યે લોય પોડતા બોંદ ઓઅઇ ગીયા, એને ચ્યેલ શરીરામાય લાગ્યા કા આમી આંય હારી ઓઅઇ ગિઇ.
ઈસુવે ચ્યે બાયેલ આખ્યાં, “મા બોઅહી, માયે તો બોચાવ કોઅલા હેય કાહાકા તુયે માયેવોય બોરોહો કોઅલો હેય, આમી તુલ એલી બિમારી નાંય લાગે, શાંત્યે કોઅઇ જો.”
ચ્યા શિષ્ય ઈસુવાપાય યેના તોવે ચ્યાહાય આખ્યાં, “આમહાન યોહાન બાપતિસ્મા દેનારાય તુલ પુછા દોવાડયાહા, કા કાય તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”
કાહાકા જ્યાલ પ્રભુ, પ્રેમ કોઅહે ચ્યાલ તો શિક્ષાબી કોઅહે, એને જ્યાલ પોહો ગોણહે, ચ્યાલ મારબી દેહે.”