2 તોવે યોક જોમાદાર આતો, ચ્યા યોક વાહલો ચાકાર બોજ બિમાર પોડી ગીયેલ તો મોઅના અણ્યેવોય આતો.
બાકી જોમાદાર એને ચ્યાઆરે જ્યેં ઈસુવા રાખવાળી કોએત, ચ્યે દોરત્યેવોય એને જીં બોન્યાં તીં એઇન આખતે લાગ્યેં, “હાચ્ચાં હેય કા ઓ માઅહું પોરમેહેરા પોહો આતો.”
જીં બોન્યા તી જોવે સુબેદારાય એઅયા, તોવે ચ્યે પોરમેહેરા સ્તુતિ કોઅયી, એને આખ્યાં, “નોક્કી ઓ માઅહું ન્યાયી આતો.”
જોવે ઈસુ લોકહાન ચ્યો બોદ્યો વાતો આખી ચુક્યો, પાછે કાપરનાહુમ ગાવામાય ગીયો.
ચ્યે ઈસુવા બારામાય વોનાયને યહૂદીયા કોલહાક આગેવાન ઈસુવાલ ઈ વિનાંતી કોઅરાહાટી ઈસુવાપાય દોવાડયા, કા તો યેયન મા ચાકરાલ બોચાવ કોએ.
કાહાકા ચ્યા બાર વોરહા યોખલી પોહી આતી, એને તી મોઅઇ જાયના અણ્યેવોય આતી, જોવે ઈસુ જાય રિઅલો આતો, તોવે લોક ચ્યા આગલા ગીરદી કોએત આતેં.
કૈસરીયા શેહેરામાય કરનેલીયુસ નાંવા યોક માઅહું આતો, જો ઈતાલીયા નાંવા સૈનિકા ટુકડી સુબેદાર આતો.
જોવે તો હોરગા દૂત જ્યાંય ચ્યાઆરે વાતો કોઅયો તો ચાલ્યો ગીયો, તોવે ચ્યેય બેન ચાકાર, એને જ્યા ચ્યા પાહી રિયા કોઅતા આતા ચ્યાહામાઅને યોક પોરમેહેરા ભક્તિ કોઅનારા સીપાડાલ હાદ્યા.
જોમાદારાય ઈ વોનાયને સૈન્ય-દલા સરદારાપાય પાહાય જાયને આખ્યાં, “તું ઈ કાય કોઅતોહો? ઓ તે રોમી માઅહું હેય.”
પાઉલે યોક જોમાદારાલ હાદિન આખ્યાં, “યા જુવાન્યાલ સૈનિકાહા ટુકડી સુબેદારાપાય લેય જાયા, ઓ ચ્ચાલ કાય આખા માગહે.”
જોવે ફેસ્તુસ રાજ્યપાલથી ઈ નોક્કી ઓઅયા કા આમા જાહાજથી ઇટલી વિસ્તારામાય જાતા, તે રોમી ઓદિકાર્યાહાય પાઉલ એને કોલાહાક બિજા કૈદયાહાલબી યુલિયુસ નાંવા શતપતી આથામાય હોઅપી દેના, યુલિયુસ સમ્રાટ આૈગુસ્તુસ સૈનિકાહા ટુકડી જોમાદાર આતો.
બીજે દિહી આમા સિદોન શેહેરામાય પોઅચી ગીયા એને, યુલિયુસાય પાઉલાવોય દોયા કોઅઈન ચ્ચાલ દોસ્તારાહાઈહી જાં દેના કા ચ્ચાહા જરુરી વસ્તુ લી યેય.
બાકી શતપતી પાઉલાલ બોચાડના ઇચ્છાથી ચ્યા વિચારથી રોક્યો, એને ઈ આખ્યાં કા, “જો જેપી હોકહે, પેલ્લા કુદીન મેરે નિંગી જાય.
ઓ ગુલામાહાય, દુનિયામાય જ્યા તુમહે દોણી હેય, ચ્યાહા બોદ્યો વાતો માના, માઅહાન ખુશ કોઅનારા હારકા દેખાડાહાટી નાંય, બાકી ઈમાનદારીકોય એને પ્રભુલ આદર દેયને કામ કોઆ.