8 ઈ એઇન સિમોન પિત્તર ઈસુવાલ પાગે પોડીન બોલ્યો, “પ્રભુ માયેપાઅને જાતો રો, કાહાકા આંય તે પાપી માઅહું હેતાઉ.”
શિષ્ય ઈ વોનાયા તોવે ઉંબડા પોડી ગીયા એને બોજ બિઇ ગીયા.
ચ્યાહાય ચ્યા ગોઆમાય જાયન ચ્યા વાહના પોહાલ ચ્યા આયહે મરિયમે આરે દેખ્યાં, એને ઉંબડા પોડીન ચ્યા પોહા પાગે પોડ્યા, એને પોતે ઠેલ્યો ખોલીન ચ્યાલ હોના, એને લોબાન, એને બોળ બેટ દેના.
મુખ્ય જોમાદારાય જવાબ દેનો, “ઓ પ્રભુ, આંય યા લાયકે નાંય હેય કા તું મા ગોઅમે યેય, બાકી ઓલહાંજ આખી દે તે મા ચાકાર હારો ઓઅઇ જાઅરી.
ચ્યાહાટી ચ્યાહાય ચ્યાહા હાંગાત્યાહાન જ્યા બિજા ઉડીમાય આતા, ઈશારો કોઅયો, કા યેયન આમે મોદાત કોઆ, એને ચ્યાહાય યેયન, બેની ઉડયે ઓલે લોગુ બોઅઇ લેદે કા ચ્યે બુડી જાં કોએત.
કાહાકા તો એને ચ્યા બોદા હાંગાત્યા દોઅલા માછલાહા ડીગલા એઇન નોવાય પામી ગીઅલા,
જોવે મરિયમ જાં ઈસુ આતો તાં જાય પોઅચી તોવે ચ્યાલ દેખતાજ તી ચ્યાલ પાગે પોડી એને ચ્યે આખ્યાં, “પ્રભુ તું ઈહીં રોતો તોવે મા બાહા નાંય મોઅતો.”
આપહાન આમી લોગુ બોદા કાય સાફ રીતીકોય નાંય હોમજાય, બાકી યેનારા સમયમાય, આપા આસલીમાય બોદા કાય હોમજી જાહું, કાહાકા આપા પોરમેહેરાલ હામ્મે-હામ્મે એઅહુ, આમી આપહાન પુરાં જ્ઞાન નાંય હેય, જોવે તો દિહી યી, આપા આસલીમાય પોરમેહેરાલ જાંઅહું, જેહેકેન પોરમેહેર આપહાન જાંઅહે.
જોવે માયે ચ્યાલ દેખ્યો, તે આંય તારાત ચ્યા પાગહાપાય મોઅલા માઅહા હારકો પોડી ગીયો, બાકી તારાત ચ્યે ચ્યા જમણો આથ માન લાવીન આખ્યાં, “બીયહે મા, આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ.”