4 જોવે ઈસુ લોકહાઆરે વાત પુરી જાયી તોવે ચ્યે સિમોનાલ આખ્યાં, “ઉડીલ ઉંડા પાઅયામાય લેય જાં દે, એને માછલે દોઅરાંહાટી તો જાળ ટાક.”
બાકી આમા નાંય ઇચ્છા રાખજે કા યા લોક આમે લીદે હેરાન ઓએ, યાહાટી તું દોરિયા એછે જો એને ગોળાય ટાક એને પેલ્લા જીં માછલા ગોળાય માય લાગે ચ્યા મુંય ઉગાડ, એને ચ્યામાય યોક સિક્કો (ચાર દિહાહા મજરી) મિળી તો લેઈને આપહે કર બોઅઇ દેજે.”
સિમોનાય ચ્ચાલ આખ્યાં, “ઓ ગુરુજી, આમહાય આખી રાત મેહનાત કોઅયીહી બાકી કાયજ નાંય દોઅયા; તેબી તું આખતોહો તે આંય જાળ ટાકહી”.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઉડી જમણે એછે જાળ ટાકાં, તે તુમહાન મિળી” તોવે ચ્યાહાય જાળ ટાકી, એને આમી બો બોદા માછલાહા લીદે જાળ તાણી નાંય હોક્યા.