Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:1 - ગામીત નોવો કરાર

1 યોક દિહી ઈસુ ગેનેસારેત દોરિયા મેરાવોય ઉબો રિઅલો આતો, એને માઅહે પોરમેહેરા વચન વોનાયાંહાટી ગીરદી કોએત એને ચ્યાલ બીચડી રીઅલા આતા, તોવે એહેકોય જાયા,

Faic an caibideil Dèan lethbhreac




લુક માર્કા લીખલી હારી ખોબાર 5:1
21 Iomraidhean Croise  

જોવેને યોહાન બાપતિસ્મા દેનારાય સંદેશ દેયના સુરુ કોઅયા, ચ્યા દિહા પાયને આમી લોગુ હોરગા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે, યા દુનિયા ખારાબ લોક ચ્યાહાન નાશ કોઅરા કોશિશ કોઅતાહા.


જોવે ઈસુ એને ચ્યા શિષ્ય યોક્યે ઉડીમાય ગાલીલા દોરિયામાય આજુ આગલા ગીયા એને ચ્યા ગેનેસારેત ભાગામાય યેય પોઅચ્યા.


માઅહા બોજ ગીરદ્યે લેદે, ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “માન બોહરાહાટી યોક વાહની ઉડી લીયા, એટલે માઅહે માન ડેકલી નાંય હોકે.”


ઈસુ પાછો ગાલીલા દોરિયા મેરે હિકાડે, તોવે ચ્યાપાય બોજ મોઠી ગીરદી બેગી ઓઈ ગીયી, યાહાટી તો દોરિયામાય ઉડી આતી ચ્યેમાય ચોડીન બોહી ગીયો, એને માઅહા બોદો ટોળો દોરિયા મેરે ઉબો આતો.


તોવે ઈસુ ચ્યાઆરે ચાલ પોડયો, એને ચ્યા પાહલા બોજ મોઠો ટોળો ચાલતો આતો, એને ચ્યા ચોમખી બોજ ગીરદી કોએત આતેં.


જોવે ઈસુ એને ચ્યા શિષ્ય યોકે ઉડીમાય ગાલીલા દોરિયામાય આજુ આગલા ગીયા એને ચ્યા ગેનેસારેત ભાગામાય યેય ફૂગ્યા, એને ચ્યાહાય ઉડી મેરે બાંદી.


જોવે હજારો લોક ટોળો વોળીન ઈસુવાપાય યેને, ઓલે બોદે કા યોકબિજાલ બીચડી દેત, તોવે ઈસુ પેલ્લા ચ્યા શિષ્યહાન આખતો લાગ્યો, “પોરૂષી લોકહા ડોંગ્યા હારકા ખમીરથી હાચવીન રોજા.


ઈસુય દોરિયા મેરે બેન ઉડયે દેખ્યે, એને માછલે દોઅનારા ઉડીવોયને ઉતીન માછલે દોઅના જાળ દોવતા આતા.


પાછે યોક દિહી ઈસુ, એને ચ્યા શિષ્ય ઉડીમાય ચોડયા, તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “ચાલા, આપા દોરિયા ચ્યેમેરે જાતા” પાછે ચ્યાહાય ઉડી છોડી.


જોવે ઉડી જાય રિઅલી આતી, તોવે તો હૂવી ગીયો; તોવે દોરિયામાય તોફાન યેના એને પાઅયા કોઇન ઉડી બોઆયા લાગી ચ્યા આબદામાય પોડ્યા.


ઈસુવે ચ્યાહાન પરવાનગી દેની, તોવે બુત નિંગીન ડુકરાહામાય ઉરાય ગીયે, એને બોદો ટોળો કોરાડા ઉપને દોરિયામાય જાયન ટુટી પોડયો, એને બુડી મોઅયો, તો લગભગ બેન ઓજાર ડુકરાહા ટોળો આતો.


યાહાટી ઈસુય આખ્યાં, “માન કુંયે આથ લાવ્યો?” તોવે બોદે નાકારા લાગ્યેં, તોવે પિત્તર એને ચ્યા શિષ્યહાય આખ્યાં, “ઓ પ્રભુ, તુલ તે લોકહા ગીરદી બિચડેહે એને પોડાપોડી કોઅતેહે.”


યોહાના આખલ્યા વોનાઈન ઈસુ પાહલા જ્યા બેન જાંઆ ગીઅલા આતા, ચ્યાહામાઅને યોક જાંઆ સિમોન પિત્તરા બાહા આંદ્રિયાસ આતો.


યો વાતો જાયો પાછે ઈસુ ગાલીલ દોરિયા એટલે તીબીરીયાસ દોરિયા ચ્યેમેરે ગીયો.


ચ્યાહાન યાદ રાખા, જ્યા તુમહે આગેવાન આતા, જ્યાહાય તુમહાન પોરમેહેરા વચન આખ્યેલ, એને ચ્યાહા જીવન કોહડા જીવ્યા તી યાદ કોઅતા ચ્યાહા બોરહા અનુસરણ કોઆ.


Lean sinn:

Sanasan


Sanasan