5 તોવે સૈતાન ચ્યાલ લેય ગીયો એને યોક ગેડીમાય ચ્યાલ દુનિયામાયને બોદે રાજ્યે દેખાડયે.
એને પોરમેહેરા રાજ્યા ઈ હારી ખોબાર બોદા દુનિયામાય પોઅચાડવામાય યી, કા બોદી જાત્યે લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઆ મોકો મીળે, તોવે દુનિયા છેવાટ ઓઅરી.”
તોવે સૈતાન ચ્યાલ યોક બોજ મોઠા ઉચા ડોગાવોય લેય ગીયો એને દુનિયામાયને બોદે રાજ્યે એને ચ્યા સુંદરતા ચ્યાલ દેખાડયે.
એને યા દુનિયામાય જીં કાય આમહાપાય હેય, આમહાન ચ્યાલ બોજ કિમતી નાંય હોમજાં જોજે, કાહાકા જીં કાય યા દુનિયામાય હેય, તી બોદા નાશ ઓઅય જાઅરી.
કાહાકા આમહે વર્તમાના મુશીબાત્યો હાન્યો હેત્યો એને બોજ લાંબા સમયાલોગુ નાંય રોઅરી, બાકી યાહા પરિણામ અનંત મહિમા રોઅરી જીં ચ્યે બોદ્યેહેથી બોજ વોદારે ઓઅરી જ્યેં આમા વિચાર કોઅય હોકજેહે.
એને તુમા દુનિયા લોકહા હારકે જીવન જીવતે આતેં, એટલે સૈતાના આગના પાલન કોઅતે આતેં, જો આકાશામાય ખારાબ આત્માહાવોય શાસન કોઅહે, એને આમી પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન ચ્યા તાબામાંય કોઅરાહાટી કોશિશ કોઅહે.
કાહાકા આપહે લોડાય દુનિયા માઅહા આરે નાંય, બાકી આમા પ્રધાના એને ઓદિકાર્યાહા વિરુદ એને અંધકાર શક્ત્યે આરે એને આત્મિક સંસારા સામર્થ્યા વિરુદ લોડી રીયહા.