10 કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા, પોરમેહેર ચ્યા હોરગા દૂતહાલ તોહાટી આગના કોઅરી કા તુલ બોચાવી લેય.
એને તો પાગ દોગડાવોય આફળાય નાંય ચ્યાહાટી ચ્યા આથાવોય જેલી લેઅરી.”
એને સૈતાનાય ચ્યાપાય યેયન ચ્યાલ આખ્યાં, “જો તું પોરમેહેરા પોહો ઓરી, તોવે આગના દેયને સાબિત કોઅઇ દે કા યા દોગડા બાખે બોની જાય કા તું ચ્યેહેલ ખાય હોકે.”
ઈસુવે જાવાબ દેનો કા, “પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: તું પ્રભુ આપહે પોરમેહેરા પાગે પોડ એને કેવળ ચ્યાજ સેવા કોઓ.”
એને ઈ કાય નોવાયે વાત નાંય કાહાકા સૈતાન પોતેબી પોરમેહેરા મહિમાવાળો હોરગા દૂતા રુપ લેયને દોગો દેહે.
તે હોરગા દૂત ઓઅના કાય ઉદેશ્ય હેય? હોરગા દૂત ચ્યા હેય જ્યા પોરમેહેરા સેવા કોઅતાહા, એને પોરમેહેર ચ્યાહાન ચ્યા લોકહા મોદાત કોરાહાટી દોવાડેહે, જ્યા તારણ મેળાવતાહા.