5 જોવે ચ્યો બિઇ ગીયો એને દોરત્યે એછે નિચે એઇન ડોંગ્યો પોડી રિયો તોવે ચ્યાહાય ચ્યેહેલ આખ્યાં, “તુમા જીવતાલ મોઅલા માય કાહા હોદત્યોહો?
ચ્યા વાત વોનાઈન તી બોજ ગાબરાઈ ગિઇ, એને વિચાર કોઅરા લાગી કા ઈ કોહડી જાતી સલામ ઓરી?
જોવે ચ્યો યે વાતહે વિચારહામાય આત્યો તોવે, બેન માટડા ઉજળેં ચોમાકતે ફાડકે પોવીન ચ્યેહે પાહી યેઇન ઉબા રિયા.
તો ઈહીં નાંય હેય, બાકી મોઅલા માઅને જીવી ઉઠયોહો, યાદ કોઆ કા ચ્યાય ગાલીલ ભાગામાય રોય તોવેજ તુમહાન આખલા આતા.
બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.
એને ઈહીં તે યાજક દોહમો ભાગ મેળાવતાહા, કેવળ ચ્યા ફક્ત માઅહે હેતા જ્યા જીવતા રોતહા એને પાછા મોઅઇ જાતહા. બાકી ઓ યાજક એલા મલકીસાદક જ્યાંય દોહમો ભાગ લેદેલ, ચ્યા બારામાય પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેનહી કા તી આજેબી જીવતી હેય.
આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.
સ્મુરના શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય યોકદા મોઅઇ ગીઅલો, બાકી આમી જીવતો હેતાંવ, એને સાદામાટે જીવતો રોહીં, આંય તુમહાન ઈ આખતાહાવ.