47 એને જોલા લોક ઈસુ વોનાતા આતા, ચ્યા બોદા ચ્યા હોમાજ એને જવાબાહા કોય નોવાય પામી ગીયા.
એને પોતાના ગાવામાય ગીયા, એને ચ્યાહા સોબાયે ઠિકાણે હિકાડતો લાગ્યો, ચ્યા હિકાડના બારામાય ચ્યાહાન બોજ નોવાય લાગી એને ચ્યા આખતા લાગ્યા કા, “એલાલ ઓલા જ્ઞાન એને ઓલા ચમત્કાર કોઅરા ગોતી કેછને મિળી?
જોવે ચ્યા ઈ વોનાયા, તોવે ચ્યા, ચ્યા હિકાડનાથી બોજ નોવાય પામ્યા.
જોવે ઈસુવે હિકાડના બંદ કોઅયા, તોવે એહેકેન જાયા કા ચ્યા હિકાડના બારામાય લોકહાન નોવાય લાગી.
ચ્યા હિકાડના બારામાય લોકહાન બોજ નોવાય લાગી, કાહાકા તો મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ હારકો નાંય, બાકી પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.
જોવે મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય, ઈસુવે જીં આખ્યાં એને કોઅયા ચ્યા બારામાય વોનાયા, તોવે ચ્યા ચ્યાલ માઆઇ ટાકના આવાડ હોદતા લાગ્યા. બાકી ચ્યા ચ્યાથી બિઅતા આતા, કાહાકા લોકહા ટોળો ચ્યા હિકાડનાથી પૂર્યે રીત્યેકોય નોવાય પામલા.
પોરમેહેરા આરામા દિહી ઈસુ સોબાયે ઠિકાણે લોકહાન પોરમેહેરા વચન હિકાડે, તોવે બોજ જાંએ ચ્યા વાત વોનાત, એને નોવાય પામીન આખે કા, “યા માઅહાય ઈ બોદા કેછને હિક્યાહા? એલાલ ઈ બોદા જ્ઞાન કેછને મિળ્યાં? એહેકેન મોઠે ચમત્કાર કોઅરા ચ્યાલ ગોતી કેહેકેન મિળી?
ચ્ચે બોદે જ્યાહાય મેંડવાળ્યાહા વાત વોનાયે ચ્ચે નોવાય પામ્યે.
એને તીન દિહહયા પાછે તો ચ્યાહાન દેવાળા બાઆપુર મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ આરે બોહીન, ચ્યાહા તો વોનાય એને સવાલ પુછતા મિળ્યો,
બોદહાલ બોજ હારાં ગોમ્યા એને ચ્યાય જીં મોયાની વાત આખી ચ્યાવોય ચ્યાહાન નોવાય પામીન આખ્યાં, “કાય ઓ યોસેફા પોહો નાંય હેય?”
ચ્યા હિકાડના બારામાય ચ્યાહાન નોવાય લાગી કાહાકા તો પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.
તોવે યહૂદી આગેવાનહાય નોવાય પામીન આખ્યાં, “તો પવિત્રશાસ્ત્ર માઅને કોદહી નાંય હિક્યહો તે કેહેકેન આવડી ગીયા.”
દેવાળા રાખવાળ્યાહાય જાવાબ દેનો, “કાદા માઅહાય કોવેજ ઓહડયો વાતો નાંય કોઅલ્યો.”