2 તાં જાખી નાંવા યોક માટડો આતો, તો કર લેનારાહા મુખ્ય આતો એને માતલો આતો.
ફિલિપ, એને બારતોલોમી, થોમા, એને જકાતદાર માથ્થી, અલફિયા પોહો યાકૂબ, એને તદે.
ઈસુ એને ચ્યા શિષ્ય એને લોકહા ટોળો યેરીખો શેહેરામાઅને જાય રિઅલો આતો.
તો ઈસુ કોહડો હેય તી એરા માગતો આતો, બાકી ઈસુઆરે લોકહા બોજ મોઠો ટોળો આતો ચ્યા લીદે તો ચ્યાલ નાંય એઇ હોક્યો, કાહાકા તો વાય નિચો માટડો આતો.
જોવે ઈસુ ચ્યા જાડા હી પોઅચ્યો, જાં જાખી આતો, તોવે ચ્યાય ઉચે નોજાર કોઇન ચ્યાલ આખ્યાં, “ઓ જાખી, તું માહારી નિચે ઉતી યે; કાહાકા માન આજે તો ગોઓ યેઅના જરુરી હેય.”