8 આંય તુમહાન આખહુ, તો તારાત ચ્યાહા ન્યાય કોઅરી, બાકી જોવે આંય, માઅહા પોહો પાછો યીહીં, તોવે માન દોરતીવોય માયેવોય બોરહો કોઅનારા કોલાં લોક મિળી?
“કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.
ઈસુય ચ્યાલ આખ્યાં “કોલાહા દોર હેતા એને આકાશામાય ઉડતા ચિડહા ગોરા હેતા, બાકી આંય, માઅહા પોહાપાય યોક ગુઉ બી નાંય હેય કા જાં આંય હૂવી હોકુ.”
યા જુઠા માસ્તાર લોબ્યા ઓઅરી, એને ચ્યા બોનલી-બોનાડલા દાખલા વોનાડીન તુમહાન દોગો દેઅરી, એટલે તુમહેથી પોયહા કામાવી હોકે. પોરમેહેરે બોજ સમયા પેલ્લા નોક્કી કોઅય લેદલા આતાં, કા તો ચ્યા લોકહાન સજા દેઅરી એને તો એહેકેન કોઅરાહાટી તિયાર હેય, તો નોક્કીજ ચ્યાહા નાશ કોઅય દેઅરી.