1 ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, યા બારામાય કાયામ પ્રાર્થના કોઅરા જોજે, એને ઈંમાત નાંય છોડા જોજે, ઈ વાત ચ્યાહાન હિકાડાંહાટી ઈસુવે ઓહડો દાખલો આખ્યો.
કાહાકા જો કાદો માગહે, ચ્યાલ મિળહે; એને જો કાદો હોદહે, ચ્યાલ જોડહે; એને જો કાદો ઠોકહે, ચ્યાહાટી ઉગાડી દેવામાય યેહે.
યાહાટી હાચવીન રોજા, એને ઓઅનારી ઘટનાપાઅને બોચાંહાટી બોજ પ્રાર્થના કોઅતા રોજા, એને આંય માઅહા પોહા હોમ્મે ઉબો રા હાટી પોરમેહેરા પાયરે ગોતી માગા.”
તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.
યાહાટી કા ઈ સેવા આમહાન પોરમેહેરા દયાથી મિળીહી, તોવે આમા કોવેજ ઈંમાત નાંય છોડજે.
આપા હારેં કામે કોઅરાહાટી ઈંમાત નાંય આરજે, કાહાકા જો આપા હારાં નાંય માનજે, તે પોરમેહેરા ઠીક સમાયાવોય ઇનામ મેળવુહુ.
બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.
કોઅયેહેજ વાતે ચિંતા મા કોઅહા, બાકી બોદયે પરિસ્થીતીમાય તુમહે નિવેદન પ્રાર્થના એને વિનાંતી કોય ધન્યવાદા હાતે પોરમેહેરાલ આખા.
ઇપફ્રાસ જો તુમહે ગાવામાઅને એને ખ્રિસ્ત ઈસુ સેવક હેય, તુમહાન સલામ આખહે. તો તુમહેહાટી લાગણી થી પ્રાર્થના કોઅહે, કા તુમા બોદી વાતહેમાય પોરમેહેરા ઇચ્છા પુરીરીતે પુરી કોઅરાહાટી મજબુત બોની રોય.
કાયામ પ્રાર્થના કોઅતે રા, જોવે તુમા પ્રાર્થના કોઅતેહે તોવે જાગતા રા, એને કાયામ પોરમેહેરા ધન્યવાદ કોઆ.
પ્રાર્થના કોઅનામાય લાગલા રોજા.