2 ઈ વોનાયને ઈસુય ચ્યાહાન આખ્યાં, “કાય તુમા હોમાજતેહે કા ઈ ગાલીલ ભાગા માઅહું બિજા ગાલીલ વિસ્તારા માઅહા કોઅતા બોજ પાપી આતા કા ચ્યાહાવોય ઓહડી આબદા પોડી?”
ચ્ચે સોમાયામાય કોલાક લોક યેના, એને ઈસુવાલ ચ્ચા ગાલીલ ભાગા માઅહા બારામાય આખતા લાગ્યા, જ્યા લોકહાન પિલાત રાજાય દેવાળામાય બલિદાન ચોડાવના સમયે માઆઇ ટાક્યા.
“આંય તુમહાન આખહુ, કા નાંય; જો તુમાબી પાપ નાંય છોડહા તે તુમાબી યેજ રીતેકોય નાશ ઓઅહા.
નાયતે કાય તુમા હોમાજતાહા, જ્યા અડાર જાંઅહા બારામાય જ્યાહાવોય યેરૂસાલેમ શેહેરા પાહીને શિલોહ બુરુજ ટુટી પોડીન, દાબાઈન મોઅઇ ગીયા, કાય ચ્યા યેરૂસાલેમ શેહેરા લોકહા એને યેરૂસાલેમમાય રોનારે બોદહા કોઅતે વોદી પાપી આતેં?
એને ચ્યા શિષ્યહાય ચ્યાલ પુછ્યાં કા, “ઓ ગુરુ, કુંયે પાપ કોઅયા ઓરી કા ઓ આંદળો જોનમ્યો, યા માઅહાય કા ચ્યા આયહે આબહાય?”
જોવે તાં રોનારા લોકહાય હાપડાલ ચ્યા આથા આરે વેટળાલા દેખ્યા, તોવે આપસમાય આખ્યાં, “હાચુલ ઈ માઅહું ખૂની હેય, કા જો દોરિયાકોય બોચી ગીયો, તેરુ ન્યાયે જીવતા રા નાંય દેના.”