41 બાકી પ્રભુ ઈસુય જાવાબ દેનો, કા “માર્થા, ઓ માર્થા; તું બોજ વાતહે ફિકાર કોઅતીહી, એને ગાબરાતીહી.
એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેહે, એને તી નોકામ્યા જીવન જીવતેહે.
પાછે ઈસુ એને ચ્યા શિષ્ય મુસાફરી કોઇન યોકા ગાવામાય યેય પોઅચ્યા. એને તાં માર્થા નાંવી યોક થેઅયે ચ્યાલ ગાંવારો યાં આખ્યાં.
બાકી માર્થા ખાઅના રાંદતા-રાંદતા ગાબરાય ગીયી, એને તી ઈસુવાપાય યેયન આખા લાગી, “ઓ પ્રભુ, મા બોઅયેહે બોદા કામ મા યોખલી ઉપેજ છોડ્યહા? યાહાટી ચ્યેલ આખ કા મા મોદાત કોએ.”
પાછે ઈસુય ચ્યા શિષ્યહાન આખ્યાં, ચ્યાહાટી આમા તુમહાન આખતાહાવ, કા શારીરિક જીવના ચિંતા મા કોઅહા આમા કાય ખાઉં એને કાય પિયહું; પાછા આમા શરીરામાય કાય પોવહું.
યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી.
જો કાટાહા જેખરાહામાય પોડયો, ચ્યે યે હેય, જ્યેં વચન વોનાતેહે, બાકી આગાડ્યા જીવનામાય ચિંતા, પોયહા લોબ, એને મોજ્યા કોઅનામાય ફસાય જાતહેં, એને નોકામ્યા જીવન જીવતેહે.
મરિયમ એને ચ્ચે બોઅહી માર્થાયે ગાંવ બેથાનીયામાય લાજરસ નાંવા યોક માઅહું બિમાર આતો.
ઈસુ માર્થા એને ચ્યે બોઅહી મરિયમ એને લાજરસાવોય પ્રેમ કોઅતો આતો.
તાં ચ્યાહાય ચ્યાહાટી ખાઅના બોનાવલા આતા, એને માર્થા ખાઅના વાટતી આતી, એને લાજરસ ઈસુવાઆરે ખાનારાહા માઅને યોક બોઠલો આતો.
કોઅયેહેજ વાતે ચિંતા મા કોઅહા, બાકી બોદયે પરિસ્થીતીમાય તુમહે નિવેદન પ્રાર્થના એને વિનાંતી કોય ધન્યવાદા હાતે પોરમેહેરાલ આખા.