18 બાકી ચ્યે ચ્યાહાન આખ્યાં, “માયે સૈતાનાલ હોરગામાઅને વીજ પોડહે તેહેકોય પોડતો દેખ્યો.
તોવે ઈસુવે સૈતાનાલ આખ્યાં, ઓ સૈતાન દુર ઓઅઇ જો, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: તું પ્રભુ તો પોરમેહેર ચ્યા પાગે પોડ એને યોખલા ચ્યાજ ભક્તિ કોઓ.
આમી યા દુનિયા લોકહા ન્યાય કોઅરાહાટી પોરમેહેરા સમય હેય, એને ઈસુકોય યા દુનિયા શાસક સૈતાના શક્તિ નાશ કોઇ દી.
ન્યાયા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા પોરમેહેરાય પેલ્લાથી યા દુનિયા શાસક એટલે સૈતાનાલ દોષી ઠોરાવલો હેય.
કાહાકા જ્યાહાન પોરમેહેરે પોહેં આખીન હાદ્યા, ચ્યાહા શરીર હેય, યાહાટી પોહો ઈસુયબી શરીર ધારણ કોઅયા એટલે તો પોતાના મોઅનાથી, મોરણાવોય ઓદિકાર રાખનારા સૈતાનાલ નાશ કોએ.
જીં કાદાં પાપ કોઅતા રોહે, તી સૈતાના કાબુમાય હેય, કાહાકા સૈતાન પેલ્લેથીજ પાપ કોઅતો યેનહો. પોરમેહેરા પોહો યાહાટી દુનિયામાય યેનો, કા સૈતાના કામહાલ નાશ કોએ.
ચ્યે ચ્યા અજગરાલ દોઅય લેદો, ઓ તોજ આતો, જો બોજ સમયા પેલ્લા યોક હાપા રુપામાય પ્રગટ ઓઅલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ચ્યાલ ચ્યે યોક ઓજાર વોરહે લોગુ હાકાળેકોય બાંદી દેનો.
જોવે પાચમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાઅને દોરતીવોય યોક તારો પોડતો દેખ્યા, એને ચ્યાલ બોજ ઉંડા ખાડા ચાવી દેવામાય યેની.