1 યે વાતહે પાછે પ્રભુ ઈસુય સીત્તેર શિષ્યહાન નિવડયા, એને જ્યા શેહેરાહામાય એને ગાવહામાય પ્રભુ પોતે જાં આતો, તાં ચ્યાહાન બેબુન-બેબુન કોઇન પોતાના આગાડી દોવાડયા.
યોહાન યોક ઓહડો માઅહું રોય, જો ભવિષ્યવક્તા એલીયા આત્મા એને સામર્થ્ય ચ્યા આરે રોય, કા આબહા મોન પાહહા એછે ફેરાવી દી; એને તો પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન પોરમેહેરા જ્ઞાન કબુલ કોઆડી, એને લોકહાન પ્રભુહાટી તિયાર કોઅરી.”
એને તું મા પાહા, તું પરમપ્રધાન પોરમેહેરા ભવિષ્યવક્તા આખાયેહે, કાહાકા તું પ્રભુવા વાટ તિયાર કોઅરાહાટી પ્રભુવા આગલા-આગલા ચાલહે.
ચ્યેલ દેખીન પ્રભુલ દયા યેની, એને ચ્ચાય આખ્યાં, “રોડહે મા.”
તોવે યોહાન બાપતિસ્મા દેનારાય ચ્યા બેન શિષ્યહાન હાદિન ઈસુવાપાય પુછા દોવાડયા કા, “કાય તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”
એને આગલાને ખોબાર દાંહાટી ચ્યે સંદેશ લેય યેનારા દોવાડીયા, ચ્યા સમરૂની યોકા ગાવામાય ગીયા, કા ઈસુહાટી જાગો તિયારી કોએ.