10 બાકી ચ્યા બાહા સણામાય ગીયા, તોવે તોબી ખુલ્લી રીતે નાંય, બાકી ગુપ્તમાય ગીયો.
“એઆ, આંય તુમહાન ગેટાહા હારખો તોઅસાહા વોચમાય દોવાડતાહું, ચ્યાહાટી હાપડાહા હારખા બોજ ઉશારી રોજા એને કબુતરાહા હારખા બોળા બોના.
જોવે ઈસુ ચ્યે ગીરદ્યે આરે વાતો કોઅતોજ આતો તોવે ચ્યા આયહો એને બાહા યેના, એને બાઆ ઉબે રિયે એને ચ્યાઆરે વાતો કોઅરા માગતે આતેં.
ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો.
ઈ વોનાઈન ચ્યા કુટુંબવાળે ચ્યાલ લાંહાટી ગોઅરે યેને, કાહાકા લોક આખે કા તો ગાંડવાય ગીયો ઓરી.
ચ્યે વાતે લીદે ઈસુ પાછે ખુલ્લી રીતે યહૂદી લોકહામાય નાંય ફિર્યો, બાકી તાઅને નિંગીન ઉજાડ જાગા પાહીને વિસ્તાર, એફરાઈમ ગાવામાય જાતો રિયો એને ચ્યા શિષ્યહાઆરે તાંજ રા લાગ્યો.
યાહાટી ચ્યા બાહાહાય ચ્યાલ આખ્યાં, “ઇહિને યહૂદીયા વિસ્તારમાય જો, કા જીં કામ તું કોઅતોહો, તી તો શિષ્યહાય બી એઅરા જોજે.
કાહાકા ચ્યા બાહા બી ચ્યાવોય બોરહો નાંય કોઅતા આતા.
તો ચ્યાહાઆરે વાતો કોઇન ગાલીલ ભાગામાય રોય ગીયો.
બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો.