1 ચ્યા પાછે ઈસુ ગાલીલ ભાગામાય ફિરતો રિયો, કાહાકા યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં હોદેત, યાહાટી ચ્યાય યહૂદા વિસ્તારમાય ફિરા વિચાર નાંય કોઅયો.
જોવે તુમહાન ચ્યે યોકા શેહેરામાય સતાવે, તોવે બિજા શેહેરામાય નાહી પોડજા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, તુમા આંય, માઅહા પોહા યેઅના પેલ્લા ઈસરાયેલ દેશા બોદા ગાવાહામાય ગીયા બી નાંય ઓરી.
બાકી જોવે ખેડુતાહાય ચ્યા પોહાલ યેતા દેખ્યા, તે ચ્યાહાય યોક બીજહાન આખ્યાં, ‘એલો તે વારસદાર હેય, ચાલા, એલાલ આપા માઆઇ ટાકતા, તોવે વારસો આપહે ઓઅઇ જાઅરી.’
જોવે મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય, ઈસુવે જીં આખ્યાં એને કોઅયા ચ્યા બારામાય વોનાયા, તોવે ચ્યા ચ્યાલ માઆઇ ટાકના આવાડ હોદતા લાગ્યા. બાકી ચ્યા ચ્યાથી બિઅતા આતા, કાહાકા લોકહા ટોળો ચ્યા હિકાડનાથી પૂર્યે રીત્યેકોય નોવાય પામલા.
જોવે યહૂદી આગેવાનહાય યેરૂસાલેમ શેહેરામાઅને યાજક એને લેવીયાહાન યોહાનાલ ઈ પુછા દોવાડયા કા, “તું કું હેતો?” તોવે યોહાના સાક્ષી ઈ.
તોવે તો યહૂદીયા ભાગ છોડીન, પાછે પોતાના શિષ્યહાઆરે પાછો ગાલીલ ભાગા એછે જાતો રિયો.
ઈસુવા ઈ બિજા ચિન્હ ચમત્કારા કામ આતા, જોવે તો યહૂદા વિસ્તારામાઅને ગાલીલ ભાગામાય પાછો યેનો.
યો વાતો જાયો પાછે ઈસુ ગાલીલ દોરિયા એટલે તીબીરીયાસ દોરિયા ચ્યેમેરે ગીયો.
યહૂદી આગેવાન સણા દિહામાય ચ્યાલ હોદેત એને ચ્યા આખે, “એલો કેછ હેય?”
તેરુંબી યહૂદી આગેવાનહા દાકે કાદાં માઅહું ચ્યા બારામાય ખુલ્લી રીતે નાંય બોલે.
કાય મૂસાએ તુમહાન નિયમશાસ્ત્ર નાંય દેનહો કા? તેરુંબી તુમહામાઅને કાદો નિયમ નાંય પાળે, તો તુમા માન કાહા માઆઇ ટાકાં હોદતાહા?”
કોલાહાક યેરૂસાલેમ શેહેરાવાળા આખે, “કાય ઓ તો નાંય હેય યહૂદી આગેવાન માઆઇ ટાકાં કોશિશ કોઅતાહા?
તોવે યહૂદી આગેવાન યોક બીજહાન આખા લાગ્યા, “તો કેછ જાય કા પોતે આપહાલ તો નાંય મિળી? કાય તો ગેર યહૂદી લોકહાપાંય જાય જ્યેં યુનાની લોકહામાય રોતેહેં, એને યુનાની લોકહાનબી હિકાડી કા?
માન ખોબાર હેય કા તુમા આબ્રાહામા કુળામાઅને હેતા, તેરુંબી તુમા મા હિકાડના નાંય પાળ્યાં, યાહાટી તુમા માન માઆઇ ટાકાં કોઅતાહા.
બાકી આમી તુમા માન માઆઇ ટાકાં હોદતા આતા, કાહાકા માયે તુમહાન હાચ્ચાં આખી દેનહા, જીં માયે પોરમેહેરા આબહા પાઅને વોનાયો, એહેકેન તે આબ્રાહામાય નાંય કોઅયા.
પોરમેહેરે કેહેકેન નાજરેત ગાવા ઈસુલ પવિત્ર આત્માકોય એને સામર્થ્યાકોય અભિષેક કોઅયો, તો હારેં કામે કોઅતો એને ચ્યા બોદા લોકહાન જ્યા સૈતાનાકોય પીડાલા આતા, ચ્યાહાન હારાં કોઅતો ફિર્યો, કાહાકા પોરમેહેર ચ્યાઆરે આતો.