4 ચ્યા પાઆય આલના વાટ જોવતા આતા, કાહાકા કોવે-કોવે પોરમેહેરા હોરગ્યો દૂત કુંડામાય ઉતીન પાઆય આલવી દેતો આતો, પાઆય આલવ્યા પાછે જો કાદો પેલ્લો પાઅયામાય ઉતે ચ્યા કોઅહિબી બિમારી ઓઅરી બાકી તો હારો ઓઈ જાતો આતો.
જોવેને યોહાન બાપતિસ્મા દેનારાય સંદેશ દેયના સુરુ કોઅયા, ચ્યા દિહા પાયને આમી લોગુ હોરગા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે, યા દુનિયા ખારાબ લોક ચ્યાહાન નાશ કોઅરા કોશિશ કોઅતાહા.
યાહાટી તુમહેહાટી પેલ્લા ઈ મોહત્વા હેય કા, પોરમેહેરા રાજ્યા હોદ કોઅરા જોજે એને ન્યાયપણા જીવન જીવા જોજે, તોવે તુમહાન દોરત્યેવોયને બોદા વાના મિળી જાય.
“પોરમેહેરા રાજ્યામાય હાકડા બાઅણા માઅને જાઅના કોઠણ હેય, કાહાકા આંય તુમહાન આખહુ, બોદેજ જાં માગી, બાકી નાંય જાય હોકી.
જાવ લોગુ યોહાન બાપતિસ્મા દેનારો યેનો, તાંવ લોગુ મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા વચન તુમહે માર્ગદર્શક રિયા; બાકી આમી પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે.
ચ્યામાય રોગી, આંદળે, લેંગડે એને લુળે યાહા બોજ મોઠો ટોળો પોડી રોતો આતો.
તાં યોક માઅહું આતા તો આડાત્રી વોરહાપાઅને બિમાર આતા.
બિમાર માઅહાય ઈસુલ જાવાબ દેનો “ઓ માલિક, માયેપાંય કાદા માઅહું નાંય હેય કા જોવે પાઆય આલવી દેહે તોવે માન કુંડામાય ઉતાડે, આંય ઉતાં કોશિશ કોઅતાહાંવ બાકી મા કોઅતો બિજો પેલ્લો ઉતી પોડહે.
એને પેલ્લા તુમહેમાય બી કોલહાક ઓહડા લોક આતા, બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય એને આમહે પોરમેહેરા આત્માકોય તુમહે પાપ દોવાય ગીયહા, એને તુમહાન પવિત્ર બોનાવ્યાહા એને પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરવ્યાહાં.
બાકી જો આમા તીંજ કોઅજે જીં હારાં હેય જેહેકોય પોરમેહેર સિદ્ધ રુપામાય હારો હેય, જોવે આપા ઉજવાડામાય જીવજેહે, તોવે આપહે યોક-બિજા આરે સંગતી હેય, એને ચ્યા પાહા ઈસુવા લોય આપહાન બોદા પાપહાથી ચોખ્ખાં કોઅહે.