3 ચ્યામાય રોગી, આંદળે, લેંગડે એને લુળે યાહા બોજ મોઠો ટોળો પોડી રોતો આતો.
બોજ માઅહે લેંગડાહાન, પાંગળ્યાહાલ, આંદળાહાન, મુકાહાન એને બીજે બોજ દુખ્યાહાન ચ્યાપાય લેય યેના, એને ચ્યા પાગહા પાહી થોવ્યા એને ઈસુવે ચ્યા બોદહાન હારાં કોઅયા.
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
ઈસુય ચ્યાહાન આખ્યાં, “જીં કાય તુમહાય દેખ્યાં એને વોનાયાહા, જાયને યોહાનાલ આખજા; કા આંદળે દેખતેહે એને લેંગડે ચાલતેહે ફીરતેહે, કોડળેં ચોખ્ખેં કોઅવામાય યેતહે એને બોઅરે વોનાતેહે, મોઅલે જીવતે કોઅલે જાતહેં, એને ગોરીબાહાલ હારી ખોબાર આખવામાય યેહે.
યેરૂસાલેમ શેહેરામાય યોક મેંડા ફાટાકે પાય પાઅયા કુંડ આતો, હિબ્રુ ભાષામાય ચ્યાલ બેથસદા આખે, એને પાચ વોટલ્યેવાળા કુંડા તાં હેય.
ચ્યા પાઆય આલના વાટ જોવતા આતા, કાહાકા કોવે-કોવે પોરમેહેરા હોરગ્યો દૂત કુંડામાય ઉતીન પાઆય આલવી દેતો આતો, પાઆય આલવ્યા પાછે જો કાદો પેલ્લો પાઅયામાય ઉતે ચ્યા કોઅહિબી બિમારી ઓઅરી બાકી તો હારો ઓઈ જાતો આતો.
બાકી આપા ચ્યે વસ્તુ આશા કોઅજેહે જીં આમી લોગુ આપહાપાય નાંય હેય, યાહાટી આપા ધીરજ રાખીન તાંવ લોગુ વાટ જોવજેહે જાવ લોગુ ચ્યાલ મેળવી નાંય લેજે.
યાહાટી ઓ બાહાબોઅયેહેય, પ્રભુ પાછા યેયના લોગુ ધીર રાખા, જેહેકોય, ખેડુત દોરત્યેવોયને બોજ હારાં ફળા આશા રાખતા પેલ્લા એને છેલ્લા વોરહાદ પોડના લોગુ ધીર રાખહે. યાહાટી કા પાક વાદે એને વાડાહાટી તિયાર ઓએ.