51 તો આજુ વાટેમાય આતો તાંઉ ચ્યા ચાકાર ચ્યાલ મિળ્યાં ચ્યાહાય ચ્યાલ ખોબાર દેની કા, “તો પોહો જીવતો હેય.”
ઈસુ ચ્યાલ આખહે, “જો, તો પોહો જીવતો રોય” તો માટડો ઈસુવા વાત માની ગીયો એને જાતો રિયો.
ચ્યે ચ્યાહાન પુછ્યાં, “કોઅહે સમયે તો હારો ઓઅરા લાગ્યો?” ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “કાલે બોપરેહે યોક વાગે જોરાં ઉતી ગીયા.”
તોવે આબહો જાંઆઈ ગીયો કા ચ્યેજ સમાયે ઈસુવે ચ્યાલ આખલા, “તો પોહો જીવતો રોય” તોવે તો એને ચ્યા ગોઆવાળહાય બોદહાય ઈસુવોય બોરહો કોઅયો.