12 કાય તું આમહે વડીલ યાકૂબા કોઅતો મોઠો હેય, ચ્યેજ આમહાન ઈ વેએય દેનહી, એને ચ્યે પોતે એને ચ્યા પાહાહાય એને ડોબહાય પિદાં?”
દક્ષીણ રાણી ન્યાયા દિહી યે પીડી લોકહાઆરે ઉઠીન ચ્યાહાન દોષી ઠોરવી, કાહાકા તી સુલેમાના જ્ઞાન વોનાયા હાટી બોજ દુરથી યેનેલ, એને એઆ, ઈહીં તો હેય, જો સુલેમાના કોઅતો મોઠો હેય, બાકી તુમા પાપ છોડાહાટી મોનાઈ કોઅતેહે.”
ઈસુવે ચ્યેલ જાવાબ દેયન આખ્યાં, “જીં માઅહું યા પાંઅયામાંઅને પિયે, તો પાછો પિહો ઓરી.
આમહે આગલ્યા ડાયહાય યાજ ડોગાવોય ભક્તિ કોઅયી, એને તુમા યહૂદી લોક આખતાહા કા, યેરૂસાલેમ શેહેરુજ તો જાગો હેય જાં ભક્તિ કોઅરા જોજે.”
યાહાટી તો સમરૂન ભાગામાઅને સુખાર ગાવામાય યેનો, જીં ચ્ચા જાગા પાહે હેય જ્યાલ યાકૂબાય ચ્યા પોહો યોસેફાલ દેનલો આતો.
એને યાકૂબાય ખોદ્યેલ તી વેએય બી તાંજ આતી, એને ઈસુ વાટે ચાલતા-ચાલતા થાકી ગીયેલ તોવે તો વેઅયે વોય જાયન બોઠો, એને ઈ વાત બોપાર સમયે જાયી.
આમે આબહો આબ્રાહામ તો મોઅઇ ગીયો, કાય તું ચ્યા કોઅતો મોઠો હેય? એને ભવિષ્યવક્તા બી મોઅઇ ગીયા, તોવે તું પોતાલ કાય હોમાજતોહો?”
તેરુંબી જ્યેં રીતે ગુઉ બોનાવનારા માઅહાલ ગોઆ કોઅતાબી વોદારે માન મિળહે, ચ્યેજ રીતેથી ઈસુ મૂસા તુલનામાય બોજ વોદારે માનાપાના યોગ્ય હેય.