5 ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.
એને ઈસુવે આખ્યાં, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જાંઉ લોગુ તુમા બદલાયન એને પાહા રોકા નાંય ઓઈ જાહા, તુમા હોરગા રાજ્યામાય જાય નાંય હોકહા.
આંય તુમહાન આખતાહાવ, કા ઉટડાલ હુવ્યે નાકલામાંઅરે જાઅના કોઠાણ હેય, તેહેકોય માલદાર માઅહાન પોરમેહેરા રાજ્યામાય જાઅના બોજ કોઠાણ હેય.”
યા બેની પોહામાઅને આબહા મોરજી પરમાણે કુંયે કોઅયા?” ચ્યાહાય આખ્યાં, “પેલ્લાય” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચી વાત આખતાહાવ, કા જકાતદાર એને વેશા કામ કોઅનારે પોરમેહેરા રાજ્યામાય તુમહે કોઅતા પેલ્લા જાય.
યાહાટી તુમા જાં, બોદી જાત્યે લોકહાન શિષ્ય બોનાડા, એને પિતા, એને પુત્ર, એને પવિત્ર આત્મા નાવાકોય ચ્યાહાન બાપતિસ્મા દા,
“આંય તે પાઆયાકોય તુમહાન પાપ કોઅના બંદ કોઅરાહાટી બાપતિસ્મા દેતહાવ, બાકી જો મા પાછે યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય: આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તે તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દી.
કાહાકા આંય તુમહાન આખતાહાવ કા, જોવે તુમા મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહા ન્યાયપણા જીવન કોઅતા, તુમહે વોદારી ન્યાયપણા જીવન નાંય ઓઅરી, તે તુમા હોરગા રાજ્યામાય કોવેજ નાંય જાય હોકાહા.”
ઈસુય ઈ એઇન ખિજવાયન આખ્યાં, “પાહાહાન માયેપાંય યાં દા, ચ્યાહાન ઓટકાડાહા મા, કાહાકા ચ્યાજ લોક જ્યા યા પાહાહા હારકા બોરહાલાયક હેય પોરમેહેરા રાજ્યામાય ચ્યાજ રોય.
જો કાદો માયેવોય બોરહો થોવે એને બાપતિસ્મા લેય ચ્યાજ તારણ ઓઅઇ, બાકી જો કાદો બોરહો નાંય થોવે, પોરમેહેર ચ્યાહાન પાપહાલીદે ડોંડ દી.
પાપ કોઅના બોદે કારણે દુઉ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે ડોળો બાઆ કાડી દે, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે, જોવે તુમા પોરમેહેરા રાજ્યામાય જાતહેં, ભલે તુમહેપાય યોક ડોળો હેય તી હારાં હેય, બાકી તુમહેપાય બેન ડોળા હેય એને તુમા નરકા કોળીમાય જાહા, તે તી ખારાબ હેય.
“પોરમેહેરા રાજ્યામાય હાકડા બાઅણા માઅને જાઅના કોઠણ હેય, કાહાકા આંય તુમહાન આખહુ, બોદેજ જાં માગી, બાકી નાંય જાય હોકી.
“આંય તુમહાન આખહુ, કા નાંય; જો તુમાબી પાપ નાંય છોડહા તે તુમાબી યેજ રીતેકોય નાશ ઓઅહા.
આંય તુમહાન આખહુ કા; તુમા પાપ નાંય છોડહા તે તુમહે નાશ યેજ રીત્યેકોય ઓઅરી.”
ચ્યાહા જન્મો આયહે આબહા ઇચ્છાકોય નાંય, કા યોકા માઅહા પોહા પૈદા કોઅના મોરજયેકોય નાંય, કા માઅહા ઇચ્છાકોય નાંય જાયો, બાકી પોરમેહેરા પાયને જન્મો જાયો.
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”
નિકોદેમુસે ચ્યાલ આખ્યાં, “માઅહું ડાઆયા ઓઈ ગીયા, પાછે કેહે કોઇન જન્મો લેય હોકે? તો પાછો ચ્યા આયહે બુકામાય ઉરાઈન પાછો જન્મો લેય હોકહે કા?”
પિત્તરે ચ્યાહાન આખ્યાં કા, “પાપ કોઅના બંદ કોઆ, એને તુમહેમાઅને બોદા જાંઆ તુમહે પાપહા માફી મેળવાહાટી ઈસુ ખ્રિસ્તા નાંવે બાપતિસ્મા લાં, તોવે તુમહાન પવિત્ર આત્મા દાન મિળી.
યાહાટી આમી તુમા પાપ કોઅના બંદ કોઆ, એને પોરમેહેરા એછે ફિરા કા તુમહે પાપહા માફી મિળી, તોવે પોરમેહેરાપાઅને આત્મિક સામર્થ્ય મિળી.
કાહાકા પોરમેહેરા રાજ્યામાય ખાઅના-પિઅના મોહત્વા નાંય હેય, બાકી મોહત્વા ઈ હેય કા ન્યાયી જીવન, શાંતી એને આનંદ હેય, જીં પવિત્ર આત્મા દેહે.
કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.
ઓ વિસ્વાસી બાહાહાય, યે દોરતીવોય આપહે શરીર માહાં એને લોયાકોય બોનલા હેય, આપા હોરગામાય પોરમેહેરા રાજ્યામાય આપહે યા શરીરાઆરે વોહતી નાંય કોઅય હોકહુ, જીં મોઅઇ જાહે, કાહાકા તાં કાય મોરણ નાંય હેય.
આમા તે દુનિયા લોક જેહેકેન વિચાર કોઅતાહા તેહેકેન નાંય, બાકી આમહાય તે પોરમેહેરા પાઅને પવિત્ર આત્મા પામ્યાહા, જેથી આમા પોરમેહેરા પાઅને મિળલા વરદાનાહાલ જાંઆય હોકજે.
એને પેલ્લા તુમહેમાય બી કોલહાક ઓહડા લોક આતા, બાકી તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવાકોય એને આમહે પોરમેહેરા આત્માકોય તુમહે પાપ દોવાય ગીયહા, એને તુમહાન પવિત્ર બોનાવ્યાહા એને પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરવ્યાહાં.
કાહાકા સુન્નત કોઅલા કા સુન્નત નાંય કોઅલા મહત્વા નાંય હેય, બાકી મહત્વા ઈ હેય કા પોરમેહેરાય પવિત્ર આત્મા કામહાકોય તુમહાન યોક નોવા માઅહું બોનાવલા હેય.
જેથી ચ્યેલ વચન એને બાપતિસ્મા કોય ચોખ્ખી કોઇન પવિત્ર બોનાવે.
પોરમેહેર આબહે બોજ પેલ્લેથીજ તુમહાન પોતાના લોક ઓઅરાહાટી એને પવિત્ર આત્મા કામથી તુમહાન પવિત્ર કોઅરાહાટી નિવડી લેદલા આતા. ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તુમા ઈસુ ખ્રિસ્તા આગનાયે પાલન કોએ, એને ચ્યા લોયેથી શુદ્ધ ઓએ. તુમહાન બોજ સદા મોયા એને શાંતી મિળતી રોય.
ઈ બાપતિસ્મા નિશાણી હેય, જો આમી તુમહે તારણ કોઅહે, બાપતિસ્મા મોતલાબ શરીરા મળ દોવના નાંય, બાકી શુદ્ધ રુદયાથી પોતાનાલ પોરમેહેરાહાટી સમર્પિત કોઅના હેય. ઈ બાપતિસ્મા ઈસુ ખ્રિસ્તા મોઅલા માઅને પાછા જીવતા ઓઅનાથી આમહે તારણ કોઅહે.
જો તુમા જાંઅતેહે, કા ખ્રિસ્ત ન્યાયી હેય, તો ઈ બી જાંઅતેહે, કા જો કાદો ન્યાયપણા કામ કોઅહે, તો પોરમેહેરા પોહો હેય.
જ્યા કાદા ઓ બોરહો હેય કા ઈસુજ ખ્રિસ્ત હેય, ચ્યે પોરમેહેરા પોહેં હેય, એને જ્યેં કાદે પોરમેહેર આબહાવોય પ્રેમ કોઅહે, જ્યેં ચ્યા પોહેં હેય.