4 આગલે દિહી હાકાળેહે કોવાળ્યાં ઈસુ દોરિયા મેરે ઉબલો આતો. તેરુંબી શિષ્યહાય ચ્યાલ નાંય વોળખ્યો કા ઓ ઈસુ હેય.
ચ્યા પાછે ઈસુ બેન શિષ્યહાન દેખાયો જ્યા યેરૂસાલેમ શેહેરામાઅને ગામડે જાત, બાકી ચ્યાહાય ચ્યાલ પેલ્લેદા નાંય વોળખ્યો કાહાકા ચ્યાય પોતે રુપ બોદલી લેદલા આતા.
તોવે પોરમેહેરાય ચ્ચાહા ડોળા ઉગાડી દેના એને ચ્ચાહાય ઈસુલ વોળખી લેદો.
ઈ આખીન તી પાહલા ફિરી યેની એને ઈસુલ ઉબલો દેખ્યો એને નાંય વોળખ્યો કા ઓ ઈસુ હેય.