2 એને સીપાડાહાય કાટાહા ટોપી વીંઈન ચ્યા ટોલપ્યે થોવી, એને ચ્યાલ જાંબળ્યા ડોગલાં પોવાડયા.
બાકી હેરોદ રાજાય ચ્યા સિપાડાહા આરે ઈસુવા અપમાન કોઇન મશ્કરી કોઅયી, એને નિંદા કોઅયી, ચ્યાલ યોક રાજા ફાડકા પોવાડયા એને પાછો પિલાત રાજાપાય દોવાડયો.
તોવે ઈસુલ કાટહા ટોપી એને જાંબળ્યા ફાડકે પોવાડલે બાઆ લી યેના એને પિલાત રાજાય આખ્યાં, “યા માટડાલ એઆ.”