4 તો બોદા જીવના ઝરો હેય, એને તોજ બોદા માઅહાન ઉજવાડો દેહે.
જ્યા લોક પોરમેહેરાલ વોળખ્યા વોગાર આંદારામાય બોઠલા આતા, ચ્યાહાય મોઠો ઉજવાડો દેખ્યો, એને મોરણા છાવડયેમાય બોઠલેં આતેં, ચ્યાહાવોય ઉજવાડો ચોમક્યો.
ચ્યા ગેર યહૂદી લોકહાન પોરમેહેરાબારામાય આખનારો ઉજવાડો ઓઅરી, એને તો નિવાડલા લોક ઈસરાયેલા મહિમા ઓએ.”
ઈસુવે ચ્યેલ આખ્યાં, “આંય તો હેતાંવ જો મોઅલા માઅને પાછો જીવતો ઉઠયહો, જો કાદો માયેવોય બોરહો કોઅહે તો મોઅઇબી જાય, તેરુંબી જીવી.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “થોડીવાઆ તુમહે વોચમાય ઉજવાડો હેય, જાવ લોગુ ઉજવાડો તુમહેઆરે હેય તાંવ લોગુ ચાલ્યાજ કોઆ, એહેકેન નાંય બોને કા આંદારાં ઓઈ જાય, જીં માઅહું આંદારામાય ચાલહે, ચ્યાલ ખોબાર નાંય કા તો કેછ જાય રિયહો.
આંય યા દુનિયામાય ઉજવાડો બોનીન યેનહો, કા જો કાદો માયેવોય બોરહો કોએ, તો આંદારામાય નાંય રોય.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.
એને ડોંડ દેઅના કારણ ઈંજ હેય કા, ઉજવાડો દુનિયામાય યેનો, બાકી લોકહાય ઉજવાડા કોઅતા આંદારાલ પોસાન કોઅયા, કાહાકા ચ્યાહા કામે ખારાબ આતેં.
કાહાકા જેહેકેન આબહો મોઅલા લોકહાન જીવતો કોઅહે, તેહેકેન પોહોબી ચ્યા મોરજી પરમાણે મોઅલા લોકહાન જીવતા કોઅહે.
કાહાકા જેહેકેન આબહો પોતાનામાય જીવન રાખહે, તેહેકેન ચ્યાય પોહાલ બી ઓદિકાર દેનહો કા પોતાનામાય જીવન રાખે.
તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”
જાવ લોગુ આંય દુનિયામાય હેતાઉ, તાંવ લોગુ આંય દુનિયા ઉજવાડો હેતાઉ.”
કા ખ્રિસ્તાલ દુ:ખ વેઠાં પોડી, એને તોજ બોદહાથી પેલ્લો મોઅલાહામાઅને જીવી ઉઠીન, યહૂદીયા એને ગેર યહૂદીયાહાન તારણા ઉજવાડા ઘોષણા કોઅરાહાટી કા ચ્ચા બોચી હોકતાહા, જીં કા ઉજવાડા હારકા હેય.”
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પેલ્લો માઅહું, એટલે આદામ, જીવતો પ્રાણી બોન્યો” એને છેલ્લો આદામ, એટલે ઈસુ ખ્રિસ્ત, અનંતજીવન દેનારો બોન્યો.
યાહાટી માઅહે એહેકેન આખતેહે, “તું જો હૂવી જાનારો જાગી જો, એને મોઅલા માઅને જીવી ઉઠ, તે ખ્રિસ્તા ઉજવાડો તોવોય ચોમકી.”
જોવે ખ્રિસ્ત જો આમહે જીવન હેય તો પાછો યી, તોવે તુમાબી ચ્યાઆરે યાહા એને ચ્યા મહિમામાય સહભાગી ઓઅય જાહા.
આમા ચ્યા વચના બારામાય લોખી રીઅલા હેય, જીં જીવના વચન હેય, તી ઈ દુનિયા બોના પેલ્લા આતા. ચ્યા આમા વોનાયા, એને ચ્યાલ આમહાય ડોળાહાકોય દેખ્યા, એને આમહાય ચ્યાલ ધ્યાન દેયને એઅયા એને આથાકોય આથલ્યા.
ઈ જીવના વચન માઅહું બોનીન દોરતીવોય યેના, એને આમહાય ચ્યાલ દેખ્યો, એને ચ્યા સાક્ષી દેજહે, એને તુમહાન ચ્યા અનંતજીવના બારામાય હારી ખોબાર આખજેહે જો પોરમેહેર આબહા આરે આતો એને આમહેમાય પ્રગટ જાયો.
સાક્ષી ઈજ હેય કા પોરમેહેરે આપહાન અનંતજીવન દેનહા, એને ઈ અનંતજીવન ચ્યા પોહામાય હેય.
તોવે હોરગ્યા દૂતાય માન જીવન દેનારા પાઅયા યોક નોય દેખાડી, જી પાઆય ચોખ્ખાં કાચાહારકા ચમાકતા આતાં એને ચ્યા પાઅયા ઝરો પોરમેહેરા રાજગાદી ઇહિને એને ગેટા બી રાજગાદી વોયને વોવી રીઅલા આતા.
“આંય, ઈસુ, મા હોરગા દૂતાલ યાહાટી દોવાડયેલ કા તુમહે આગલા મંડળીહે બારામાય યે વાતહે પ્રચાર કોએ, આંય દાઉદ રાજા કુળા હેતાંવ, જો ચ્યા તારા હારકો હેતાંવ જો દિહી નિંગા પેલ્લા ચોમકેહે.”