8 ચ્ચા હારકા તુમાબી ધીર રાખા એને આશા મા સોડહા કાહાકા પ્રભુ માહારુજ યેય રીયોહો.
જોવે તુમા ધીરજ રાખી રોહા, તોવેજ તુમહે જીવા બોચાવ ઓઅરી.”
ઈસુવે ચ્યાલ આખ્યાં, “જો મા ઇચ્છાકોય તો આંય પાછો યીહીં તાંવ લોગુ તો જીવતો રોય, તે તુલ કાય? તું મા શિષ્ય બોની રો.”
બાકી આપા ચ્યે વસ્તુ આશા કોઅજેહે જીં આમી લોગુ આપહાપાય નાંય હેય, યાહાટી આપા ધીરજ રાખીન તાંવ લોગુ વાટ જોવજેહે જાવ લોગુ ચ્યાલ મેળવી નાંય લેજે.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
તુમહે નમ્ર સ્વભાવ બોદા લોક જાઈ જાય, પ્રભુ ઈસુ માહારીજ યેય રિઅલો હેય.
એને ચ્યા પોહા ઈસુ ખ્રિસ્તા હોરગામાઅને પાછા યેયના વાટ જોવાં, જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને જીવતો કોઅયો, એટલે ઈસુલ, જો આપહાન યેનારી સજા પાઅને બોચાડેહે.
જોવે આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી, તોવે તુમહાન છોડીન આમહે આશા એને આનંદ, આમહે મહિમા મુગુટ કું રોય? કાય તી તુમા નાંય હેય?
આમા પ્રાર્થના કોઅજેહે કા તો તુમહે મોનાલ એહેકોય મજબુત કોએ, કા જોવે આમહે પ્રભુ ઈસુ આપહે બોદા પવિત્ર લોકહાઆરે પાછો ફિરીન યેય તે તો આમહે પોરમેહેરા એને આબા હારકો પવિત્ર એને દોષવોગાર રોય.
પ્રભુ તુમહાન ઈ હોમજાંહાટી મોદાત કોએ કા પોરમેહેર તુમહાન કોલહા પ્રેમ કોઅહે, એને ઈસુ ખ્રિસ્ત હારકા ઘીર રાખા.
તુમહે હોના ચાંદિલ કાટ લાગી ગીયોહો, એને તી કાટ તુમહે વિરુદ યોક સાક્ષીદાર ઓઅરી, ઈ તુમહે શરીરાલ આગાડા હારકા હોલગાડી દેએરી. તુમહાય છેલ્લા દિહાહામાય મિલકાત બેગી કોઅયીહી.
ઓ બાહાબોઅયેહેય, યોકા બિજાવોય દોષ મા લાવહા, યાહાટી કા તુમાહાવોય બી દોષ નાંય લાવલો જાય, ન્યાય કોઅનારા બોજ પાહી હેય એને યેયના તિયાર હેય.
બોદયે વાતહે છેવાટ તારાત ઓઅનારો હેય, યાહાટી સંયમ ઓઇન પ્રાર્થનાયેહાટી જાગતા રા.
ઈસુ યા બોદા વચનાહા સાક્ષી દેહે, એને તો આખહે, “હાં, આંય માહારુજ યેનારો હેય.” માયે યોહાનાય જાવાબ દેનો, આમેન! ઓ પ્રભુ ઈસુ યે!