Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યાકૂબનો 2:1 - ગામીત નોવો કરાર

1 ઓ મા બાહાબોઅયેહેય, તુમા આપહે મહિમામય પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો રાખતાહા યાહાટી તુમહામાય ભેદભાવા વિચાર નાંય રોય.

Faic an caibideil Dèan lethbhreac




યાકૂબનો 2:1
29 Iomraidhean Croise  

ચ્યાહાય પોતાના શિષ્યહાન હેરોદ લોકહા ટોળા આરે ઈસુવાપાય ઈ આખા દોવાડયા, “ઓ ગુરુ, આમા જાંઅજેહે કા, તું સાદા હાચ્ચાં આખતોહો એને તું યા બારામાય ચિંતા નાંય કોએ કા લોક તો બારામાય કાય વિચાર કોઅતાહા, કાહાકા તું બોદહાઆરે હારકો વેવાહાર કોઅતોહો, બાકી પોરમેહેરા વાટ હાચ્ચાયે પરમાણે હિકાડતોહો. તે પાછે આમી આમહાન આખ, કાય કૈસરાલ કર દેઅના આમે નિયમા વિરુદ હેય?


તોવે પિત્તરે બોલના સુરુ કોઅયા, “આમી માન ખાત્રી જાયી, કા પોરમેહેર કાદાજ પક્ષપાત નાંય કોએ.


બાકી યહૂદી એને ગેર યહૂદીયાહામાય ચેતાવણી દેતો રિયો, કા પાપ કોઅના બોંદ કોઇન પોરમેહેરાએછે ફિરે એને આમહે પ્રભુ ઈસુવોય બોરહો કોએ.


કોલહાક દિહયાહા પાછે ફેલિક્સ રાજ્યપાલ ચ્ચા થેએ દ્રુસિલાલ, જીં યહૂદીની આતી, આરે લેયને યેનો એને પાઉલાલ હાદાડીન ચ્ચા બોરાહા બારામાય જો ઈસુ ખ્રિસ્તાવોય હેય, ચ્ચાથી વોનાયા.


સ્તેફનુસે આખ્યાં, ઓ બાહાહાય, એને ડાયહાય વોનાયા, આપહે આગલ્યો ડાયો આબ્રાહામ હારાન શેહેરામાય વોહતી કોઅરા પેલ્લા, જોવે તો મેસોપોટેમિયા વિસ્તારમાય આતો, તો મહિમામય પોરમેહેરે ચ્યાલ દર્શન દેના.


કાહાકા માન તુમહાન મિળાહાટી બોજ ઇચ્છા ઓઅય રીયહી, જેથી આંય તુમહાન બોરહામાય મજબુત કોઅરાહાટી તુમહાન આત્મિક વરદાન દાવ.


એને પોરમેહેરા યોજનાલ યા દુનિયા કાદાબી ઓદિકાર્યાય નાંય જાંઅયી, કાહાકા જો જાંઅતા, તે મહિમામય પ્રભુલ હુળીખાંબાવોય નાંય ચોડાવતા.


કાહાકા આમા વોનાયાહા, કા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો હેય, એને બોદા પોરમેહેરા પવિત્ર લોકહાવોય તુમા પ્રેમ કોઅતાહા.


તુલ ખ્રિસ્તાવોય મજબુત બોરહો કોઅરા જોજે, એને તોમાય ચોખ્ખાં અંતકરણ રા જોજે, કોલહાક લોકહાય ચ્યાહા ચોખ્ખાં અંતકરણ છોડી દેના યાહાટી, ચ્યે આમી ખ્રિસ્તાવોય બોરહો નાંય કોએત.


આંય પોરમેહેર, ઈસુ ખ્રિસ્ત એને ચ્યા નિવાડલા હોરગા દૂતહાન સાક્ષીદાર હોમજીન તુલ ઈ જવાબદારી હોપતાહાવ કા વોગર પક્ષપાત કોઅયા યે વાતહે પાલન કોઓ, એને પક્ષપાતકોય કોઅહાજ કામ નાંય કોઅના.


ઈ પત્ર પાઉલ એહેરે હેય, આંય પોરમેહેરા સેવક એને ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, ઈ પત્ર આંય મા પાહા હારકો તીતુસાલ લોખી રિયહો, માન પોરમેહેરા નિવાડલા લોકહા બોરહો મજબુત કોઅરાહાટી એને ચ્યાહાન ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ જાંઅરા મોદાત કોઅરા નિવાડલો હેય, જેથી ચ્યે પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવે.


એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.


પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો.


એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.


ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, છેતરાયાહા મા.


ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, ઈ વાત તુમા જાંઆય લા, હર યોક માઅહું વોનાયા હાટી તેજ એને બોલવામાય ઘીર એને ગુસ્સામાય દિમો ઓએ.


એને તુમા ચ્ચા સોબાતેં ફાડકાવાળાલ વદારે માનપાન દેયને આખે, “તું ઈહીં હારાં જાગાવોય બોહો,” એને ચ્ચા ગરીબાલ આખે, “તું તાંજ ઉબો રો,” કા “મા પાગહા ઈહીં યેયન નિચે બોહો.”


બાકી તુમા ભેદભાવ કોઅતાહા, તે તુમા પાપ કોઅતાહા, એને નિયમ તુમહાન દોષી ઠોરવેહે.


બાકી જીં ઓકાલ પોરમેહેરાપાઅને યેહે તી પેલ્લા તે પવિત્ર ઓઅહે પાછે શાંતી ફેલાવનારો, હારાં એને બુદ્ધિવાળો એને દયા એને હારેં કામાહાકોય બોઆલો એને ભેદભાવ વગર એને ઈમાનદાર ઓઅહે.


આંય સિમોન પિત્તર, જો ઈસુ ખ્રિસ્તા સેવાક એને નિવાડલો પ્રેષિત હેતાંવ, તુમહે બોદહાહાટી લોખી રિયહો, જો ચ્યા બોજ કિમત્યા બોરહાલ મેળવી હોકહ્યા, જો આમહેમાય હેય, તો બોરહો આમહે પોરમેહેર એને તારણારા ઈસુ ખ્રિસ્તાથી આમહાન દેનલો ગીયહો, જો આમહાન પોરમેહેરાઆરે હાચ્ચો ઠોરવેહે.


યા લોક કાયામ પોરમેહેરા વિરુદ બોલતાહા, એને બિજા લોકહામાય બુલ હોદતાહા. ચ્યા લગાતાર ચ્યે ખારાબ કામહાલ કોઅતાહા, જીં ચ્યાહા દિલ કોઅરા માગહે. ચ્યા પોતાના બારામાય અભિમાના દાવો કોઅતાહા, એને પોતાનાહાટી ફાયદો કોઅરાહાટી બિજા લોકહા ખુશામત કોઅતાહા.


યાહાટી પોરમેહેરા લોકહાહાટી ઈ જરુરી હેય, કા ચ્યે બોદે દુઃખેં સહન કોએ, જ્યાહામાઅને ચ્યે જાતહેં, એને પોરમેહેરા આગના પાલન કોએ, એને ઈસુવાવોય બોરહો કોઅના બંદ નાંય કોએ.


Lean sinn:

Sanasan


Sanasan