10 એને જો વિસ્વાસી મિલકાતવાળો હેય તો પોતાના નીચ દશાવોય, કાહાકા તો ગાહીયા ફુલા હારકો મિટાય જાય.
“ધન્ય હેય જ્યા લોક આત્મિક રીતે ગરીબ હેતા, હોરગા રાજ્ય ચ્યાહા હાટીજ હેય.
જો પોરમેહેર રાનામાઅને ગાહીયા તીં આજે હેય એને કાલે વાડીન આગડામાય ટાકી દી, ઓહડાલ તો હારાં બોનાડેહે તે ઓ વોછો બોરહો થોવનારાહાય, તો હાચ્ચોજ તુમહે દેખભાલ કોઅરી.
એને યા દુનિયામાય જીં કાય આમહાપાય હેય, આમહાન ચ્યાલ બોજ કિમતી નાંય હોમજાં જોજે, કાહાકા જીં કાય યા દુનિયામાય હેય, તી બોદા નાશ ઓઅય જાઅરી.
કાહાકા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ જાઅના બીજી બોદી વસ્તુહુથી કોલહાક વોદારી મહત્વા હેય, આંય બોદયે વસ્તુહુલ નોકામ્યે માનતાહાવ ચ્ચાહાટી માયે બોદ્યો વસ્તુ છોડી દેનલ્યો હેય એને આંય ચ્ચેહેલ કોચરા હોમાજતાહાવ, કા આંય ખ્રિસ્તાલ જાંઉ.
યા દુનિયા મિલકાતવાળા હેય ચ્યાહાન આદેશ દે કા ચ્યા ફુલાય નાંય જાય, એને પારવાય જાનારા પોયહાવોય આશા નાંય કોએ, બાકી પોરમેહેરાવોય આશા કોએ, જો આપહે આનંદાહાટી બોદ્યો વસ્તુ દેનલ્યો હેય.
બાકી હાચ્ચાઇ તે ઈંજ હેય કા તુમહાન તે આપહે યેનારો હાકાળ્યા જીવના બારામાય બી કાયજ નાંય માલુમ હેય, તુમા તે દુમાડા હારકા હેય, જીં વાયજ વાઆ લોગુ દેખાયેહે, પાછા નાંય દેખાય.
કાહાકા પવિત્રશાસ્ત્ર ઈ આખહે, “બોદા લોકહા જીવ ગાહીયા હારકા હેય એને ચ્યાહા બોદી સોબા ગાહીયા ફુલા હારકી હેય, ગાહીયા ઉખાય જાહાય, એને ફુલેં ટુટી પોડતેહે.
દુનિયા એને દુનિયા વાસના મિટાય રિઅલી હેય, બાકી જો પોરમેહેરા ઇચ્છા પુરી કોઅહે, તો સાદામાટે બોની રોય.