2 આમહે મહાયાજક પરમપવિત્ર જાગામાય સેવા કોઅહે, એટલે હાચ્ચાં મિલાપવાળા માંડવામાય, જો માઅહાથી નાંય બાકી પ્રભુથી બોનાડલો આતો.
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
આંય આખહુ કા, પોરમેહેરાય જ્યા વાયદા આગલ્યા ડાયાહા આરે કોઅલા આતા, ચ્યાહાન હાચ્ચાંજ સાબિત કોઅરા એને પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય એહેકોય સાબિત કોઅરાહાટી ઈસુ ખ્રિસ્ત સુન્નત ઓઅલા એટલે યહૂદી લોકહા સેવક બોન્યો.
કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી.
જોવે તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, તોવે તુમહે સુન્નત માઅહાકોય નાંય કોઅલા ગીયા, બાકી તી સુન્નત ખ્રિસ્તા લીદે જાઈ જ્યાકોય તુમહે પાપી સ્વભાવાલ દુઉ કોઅયો.
હર યોક યાજક વેદ્યે હામ્મે ઉબો રોયન દિને ને-દિનેરોજ યોકાજ જાત્યા બલિદાન ચોડાવતેહે, જીં પાપાલ કોદહીબી દુઉ નાંય કોઅઇ હોકે.
આમી આમહેપાય યોક આમહે ઓહડો મહાન યાજક હેય, જો પોરમેહેરા બોદા લોકહાવોય રાજ કોઅહે.
કાહાકા તો ચ્યા સ્થિર પાયાવાળા શેએરા વાટ જોવતો આતો, જ્યા રચના કોઅનારો એને બોનાડનારો પોરમેહેર હેય.
આમી પેલ્લા કરારામાય, પોરમેહેરે ઈસરાયેલ લોકહાન આરાધના બારામાય એને યે દોરત્યેવોય બોનાડલા જાનારા માંડવા બારામાય નિયમ દેનલા આતા.
પાછે માયે પોરમેહેરા રાજગાદી પાયને કાદાલતેરુ જોરખે ઈ આખતા વોનાયો, “એએ, પોરમેહેર પોતાના લોકહા વોચ્ચે વોહતી કોઅરી, એને પોરમેહેર પોતે ચ્યાહાઆરે રોયન ચ્યાહા પોરમેહેર ઓઅરી.