6 બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.
કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી; બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
એને આંયબી તુલ આખતાહાવ કા તું પિત્તર હેય, (યુનાની ભાષામાય પિત્તર એટલે દોગડા ટુકડો હેય) એને આંય યા દોગાડાવોય મા મંડળી બોનાડીહી, એને અધોલોકા ફાટાક ચ્યાવોય જોર નાંય કોઅરી.
બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે લોગુ મા પાહલા ચાલતો રોય, ચ્યા પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
યાહાટી પોરમેહેર દોયાળુ તે હેય બાકી ચ્ચાઆરે-આરે કઠાણ બી હેય, બેની વાતો યાદ રાખા, જ્યાહાન કાપી ટાક્યેં, ચ્યાહાવોય પોરમેહેરાય ગુસ્સો કોઅયો, બાકી તોવોય દોયા કોઅયી, જો તુંબી પોરમેહેરા દોયામાય બોની નાંય રોહે, તે તુંબી કાપી ટાકાલો જાહે.
તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.
આંય પ્રાર્થના કોઅતાહાંવ, કા પોરમેહેર, જો આશા દેનારો હેય, તુમહાન બોરહો કોઅનામાય પુરીરીતે બોજ આનંદકોય એને શાંત્યેકોય બોએ, કા પવિત્ર આત્મા સામર્થ્યકોય તુમહે આશા વોદતી જાય.
આપહે બોરહો કોઅના લીદે ખ્રિસ્તાય આપહાન પોરમેહેરા સદા મોયામાય પોઅચાડયાહા, જાં આમી આપા હેજે, એને આપા યે વાતેહાટી આનંદ કોઅજેહે કા આપહાન પોરમેહેરા મહિમામાય ભાગી ઓઅના આશા હેય.
તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.
તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.
પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
યાહાટી જોવેબી આપહાન હારો તોક મીળે, તે આપા બોદા લોકહાહાટી હારાં કામ કોઅતા રોજે, ખાસ કોઇન વિસ્વાસી લોકહાઆરે.
આપા હારેં કામે કોઅરાહાટી ઈંમાત નાંય આરજે, કાહાકા જો આપા હારાં નાંય માનજે, તે પોરમેહેરા ઠીક સમાયાવોય ઇનામ મેળવુહુ.
ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, આપહાન પોરમેહેરા હજર્યેમાય યાહાટી ઈંમાત એને ઓદિકાર હેય.
બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.
સાદા આનંદામાય રોજા.
આમા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુદ, એને આપહે આબો પોરમેહેરાલ પ્રાર્થના કોઅજેહે, જ્યાંય આપહાન પ્રેમ કોઅયા, એને આપહાન અનંતકાળા દિલાસો એને હારી આશા દેનલી હેય.
કા જો માન યેતા વાઆ લાગે તે તુમા જાંઆય લા કા, પોરમેહેરા ગુઉ લોકહા રુપામાય જીં જીવતા પોરમેહેરા મંડળી, જીં હાચ્ચાયે ખાંબ, એને મજબુત પાયો હેય, ચ્યામાય આપહાન કેહેકેન જીવા જોજે.
બાકી આમી યા દિહાહામાય ચ્યાય આમહે આરે પોતાના પોહા થી વાતો કોઅયો, ચ્યાજ કોઇન ચ્યે બોદા દુનિયા બોનાડ્યા, યાહાટી પોરમેહેરે ઓ નિર્ણયબી લેદો કા છેલ્લે બોદા કાય ચ્યાજ આધીન રોય.
યાહાટી ઓ બાહાબોઅયેહેય, કાહાકા ઈસુય આમહેહાટી પોતાના લોય દેના, આમા બિઅયા વોગાર હોરગા બોદહા પવિત્ર જાગામાય આંદાર જાય હોકજેહે.
આમી આમહેપાય યોક આમહે ઓહડો મહાન યાજક હેય, જો પોરમેહેરા બોદા લોકહાવોય રાજ કોઅહે.
એને આપહે આશાયે કબુલાતેલ મજબુતથી દોઅય રાખતેં, કાહાકા પોરમેહેર ઇમાનદારીથી તો બોદા કોઅરી જીં ચ્યાય કોઅના વાયદો કોઅલો આતો.
યાહાટી ઈંમાત મા છોડાહા, એટલે કા પોરમેહેર તુમહાન મોઠા પ્રતિફળ દેઅરી.
બોરહો ચ્યે વાતહે પાક્કી ખાત્રી હેય, જ્યેં આમા આશા રાખજે એને ચ્યે વસ્તુહુ સાબિતી હેય, જ્યેહેલ આમા નાંય એઅજે.
કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.
યાહાટી આમા ચ્યા આરામા જાગામાય જાંહાટી પુરી ઇંમાતથી કોશિશ કોઅતે, કાય એહેકેન નાંય ઓએ, કા ચ્યા લોકહા હારકા આપા પોરમેહેરા આગના નાંય પાળવાથી ચ્યા જાગામાય જાંહાટી રોય જાજે.
યાહાટી, ઈસુ જો હોરગામાય ગીયહો, તો પોરમેહેરા પોહો હેય, તો આમે બોદહા મોઠો મહાયાજક હેય, યાહાટી યા આમા ચ્યા બોરહાલ છોડયા વોગાર ચ્યામાયજ મજબુત બોની રોહુ, જ્યેથી આમહાય બોદહા હામ્મે કોબુલ કોઅયેલ.
યાહાટી યા આપા ઇંમાતથી પોરમેહેરા પાહાય યેતે, જો મોયાથી બોઆલો હેય, કા આપા ચ્યા દોયા મેળાવતા એને તી સદા મોયા મેળવા, જીં જરુરી સમયે આપહે મોદાત કોઅરી.
આમહે મોઠી ઇચ્છા હેય કા જોવેલોગુ તુમા જીવતે રાહા, તોવેલોગુ તુમા પુરા પ્રેમાકોય કામ કોઅતે રા, ઈ નોક્કી કોઅરાહાટી કા જીં તુમા આશા કોઅતેહે તી હાચ્ચી ઓઅઇ જાઅરી.
યાહાટી યા યે બેન વાતહે લીદે એટલે ચ્યા વાયદા એને કસમ જ્યાહા બારામાય પોરમેહેર કોદહી જુઠો નાંય ઠોરી હોકે. યાહાટી આપા જ્યા પોરમેહેરાપાય સુરક્ષા મેળવાહાટી યેનહે એને જીં આશા ચ્યાય આપહાન દેનહી, આમા ચ્યેલ મેળવી રાખતા વોદારે દિલાસો મિળ્યહો.
(કાહાકા મૂસા નિયમ કોઅયેહેબી પૂર્ણતા લોગુ નાંય પોઅચાડી હોક્યો,) યાહાટી ચ્યા જાગાવોય આમહાન યોક ઉત્તમ આશા દેનલી ગીયહી, જીં ઈસુ ખ્રિસ્તામાય હેય જ્યાથી આમા પોરમેહેરાપાય જાય હોકજેહે.
તુમહાય ઈસુલ કોદહી નાંય દેખ્યોહો, બાકી તેરુ ચ્યાલ તુમા પ્રેમ કોઅતાહા. તુમા ચ્યાલ આમીબી નાંય એએ. બાકી તેરુંબી તુમા ચ્યાવોય બોરહો થોવતાહા. યાહાટી, તુમા આનંદ એને મહિમાથી બોજ ખુશ ઓઆ જ્યાલ શબ્દામાય વર્ણન નાંય કોઅલા જાય હોકે.
એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.
કાહાકા ન્યાય કોઅના સમય યેય ગીયહો, કા પેલ્લો પોરમેહેરા લોકહા ન્યાય કોઅલો જાય, એને જોવેકા તો પેલ્લો આમા વિસ્વાસ્યાહા ન્યાય કોઅરી, યાહાટી ચ્યે ભયાનક વસ્તુહુ બારામાય વિચારા જીં ચ્યા લોકહાઆરે ઓઅરી જ્યા ચ્યે હારી ખોબારેલ નાંય માનેત જીં ચ્યા પાયને યેહે.
“થુવાતીરા શેહેરામાયને મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. પોરમેહેરા પોહાપાઅને ઓ સંદેશ હેય, એને ચ્યા ડોળા આગડા જાળે હારકા ચોમકી રીઅલા હેય ચ્યા પાગ પિતળા હારકા જેહેકેન તાતા આગડામાય ચોમકેહે, તેહેકેન ચોમકેહે, તો એહેકેન આખહે.
બાકી જાવ લોગુ આંય નાંય યાંવ તાંવ લોગુ માયેવોય મજબુત બોરહો કોઅના સુરુ રાખજા.
જ્યા લોક જીત મેળાવતાહા, એને જ્યા છેલ્લે સમય લોગુ મા આગના પાલન કોઅતાહા, આંય ચ્યાહાન દેશહાવોય રાજ્ય કોઅના ઓદિકાર દિહી.
આંય જલદીજ પાછો યેનારો હેતાંવ, યાહાટી, તો માયેવોય જો બોરહો હેય ચ્યાલ મજબુત કોઓ, જેથી કાદાબી તો મુગુટ પેચકી નાંય લેય.