Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓને પત્ર 2:9 - ગામીત નોવો કરાર

9 બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓને પત્ર 2:9
39 Iomraidhean Croise  

“આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા ઈહીં ઉબલા કોલહાક લોક તોવેબી જીવતા રોય, જાવ હુદુ માઅહા પોહાલ પોરમેહેરા રાજ્યા સામર્થકોય ચ્યાહા વોચ્ચે યેતા દેખી.”


“એને ફાડકાહાહાટી કાહા ચિંતા કોઅતાહા? જાડયેમાયને ફૂલજાડવાલ તુમા દિયાન કોઆ, ચ્યે કેહેકેન વોદતેહે, ચ્યે કાય મેહનાત નાંય કોએત, એને ચ્યે ફાડકે બી નાંય બોનાડે.”


પાછે ઈસુવે શિષ્યહાન એને લોકહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા ઈહીં ઉબલા કોલહાક લોક તોવેબી જીવતા રોય, જોવે ચ્યા પોરમેહેરા રાજ્યા સામર્થ્યા કોઅઇ ચ્યાહા વોચ્ચે યેતા દેખી.”


આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, ઈહીં ઉબલા કોલહાક લોક તોવેબી જીવતા રોય, જોવે ચ્યા પોરમેહેરા રાજ્ય સામર્થ્યાકોય ચ્યાહા વોચ્ચે યેતા દેખી.”


બીજે દિહી યોહાને ઈસુવાલ ચ્યાપાય યેતા એઇન આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય, જો દુનિયા લોકહા પાપ દુઉ કોઅહે.


આબહો માયેવોય યાહાટી પ્રેમ કોઅહે, કાહાકા આંય મા જીવ દેતહાવ, કા ચ્યાલ પાછા લેય લાવ.


એને જોવે આંય દોરતીવોઅને ઉચે ચોડાવલો જાહીં, તોવે બોદહાન માયેપાંય લેય લિહીં.”


“પોરમેહેરે દુનિયા લોકહાવોય ઓહડા મહાન પ્રેમ કોઅયા, યા લીદે ચ્યા યોકને-યોક પોહાલ બલિદાન કોઇ દેનો, યાહાટી કા જીં કાદાં માઅહું ચ્ચાવોય બોરહો કોઅહે, ચ્યા નાશ નાંય ઓઅય, બાકી ચ્યાલ અનંતજીવન મીળે.


આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો કાદો માઅહું મા વચન પાળી, તોવે તો અનંતકાળ લોગુ નાંય મોઅરી.”


ઈ વોનાયને યહૂદી લોકહાય આખ્યાં, “આમી આમહાન ખાત્રી ઓઈ ગિઇ કા તોમાય બુત હેય, આબ્રાહામ મોઓઈ ગીયો, એને ભવિષ્યવક્તા બી મોઓઈ ગીઅલા હેય, એને તું આખતોહો કા જીં માઅહું મા વચન પાળી તી કોઇ દિહી નાંય મોઅરી.


આમી તો હોરગામાય પોરમેહેરા જમણા આથા મોઠા માનાપાના જાગાવોય બોઠલો હેય, એને આબહાય ઈસુલ પવિત્ર આત્મા દેના જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, એને ઈસુય પવિત્ર આત્મા આમહાન દેનલા હેય, જેહેકેન કા આજે તુમા એઅતેહે એને વોનાતેહે.


આમહે આગલ્યાડાયા આબ્રાહામા, ઈસાકા એને યાકૂબા પોરમેહેર, આપહે વડીલાહા પોરમેહેરે ચ્યા ચાકાર ઈસુવા મહિમા કોઅયી, બાકી તુમહાય ચ્યાલ માઆઇ ટાકાંહાટી યહૂદી આગેવાનહાન હોઅપી દેનો, એને જોવે પિલાત રાજાય ચ્યાલ ડોંડ દેઅનાથી મોનાઈ કોઇ દેના, તોવે તુમહાય પિલાતા હોમ્મે ઈસુ નાકાર કોઅયા.


યાહાટી જેહેકેન યોક માઅહા પાપહાલીદે બોદા માઅહાન ડૉડ બોગાવના આગના મિળી, તેહેકેન યોક માઅહા ન્યાયી કામા લીદે બોદહાન પાપહા માફી એને અનંતજીવન મિળલા હેય.


બાકી પોરમેહેર ચ્યા પ્રેમ એને ભલાઈ યે રીતેથી પ્રગટ કોઅહે કા જોવે આપા પાપી આતેં તોવે ખ્રિસ્ત આપેહાટી મોઅયો.


કાહાકા માઅહા પાપી સ્વભાવા લીદે જીં કામ મૂસા નિયમ નાંય કોઅય હોક્યા, ચ્યાલ પોરમેહેરાય પુરાં કોઅયા, એટલે પોરમેહેરાય પોતાના પોહો ઈસુ ખ્રિસ્તાલ માઅહા હારકા પાપી શરીરા સમાનતામાય આપહે પાપહા બલિદાન ઓઅરાહાટી દોવાડયો, એહેકેન પોરમેહેરાય ખ્રિસ્ત ઈસુ શરીરાકોય પાપા શક્તિલ તોડી દેના.


પોરમેહેરાય પોતા યોકનેયોક પોહાલ ચ્યાહાટી નાંય રાખ્યો, બાકી ચ્યાય આપહે બોદહાહાટી ચ્યા દુશ્માનાહાલ હોઅપી દેનો, તે તો આપહાન તી બોદા દી જીં ચ્યાય આપહાન વરદાન દાંહાટી વાયદો કોઅલો હેય.


એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો.


ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.


બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો.


ખ્રિસ્તાય પાપ એને મોરણા શક્તિ તાબામાઅને બોદા લોકહાન છોડવાહાટી પોતે બલિદાન ઓઅય ગીયો, ચ્યા મોરણા લીદે, પોરમેહેરાય યોગ્ય સમયે ઈ સાબિત કોઅય દેના કા પોરમેહેરા ઇચ્છા ઈ હેય કા બોદા લોક બોચી જાં જોજે.


તું હારાં કામ કોઅનારાહાવોય પ્રેમ કોઅતોહો, બાકી ખારાબ કામહાલ નફરાત કોઅતોહો, યાહાટી માયે, તો પોરમેહેરે, તુલ તો હાંગાત્યા વોચમાઅને નિવડીન આનંદના તેલથી તો અભિષેક કોઅયોહો.”


યાહાટી ખ્રિસ્તાય દુનિયામાય યેત્યે વેળે પોરમેહેરાલ ઈ આખ્યાં, તું બલિદાન એને બેટ નાંય માગે, જીં બેટ જ્યેમાય જોનાવરહાલ પુરીરીતે બાળી દેનલે જાતહેં એને જીં બેટ જીં પાપહા માફ્યે હાટી ચોડાવલા જાહાય, તી બલિદાન કોઅરાહાટી તુયે માન માઅહું બોનાડી દેના.


બોરહો કોઅના લીદેજ હનોખ નાંવા માઅહાલ પોરમેહેર હોરગામાય લેય ગીયો, એટલે તો મોરણા અનુભવ નાંય કોએ, એને કાદાલુજ ચ્યા કુડી નાંય મિળી. એને પોરમેહેર ચ્યાલ હોરગામાય લેય જાયના પેલ્લો ચ્યાથી પ્રસન્ન આતો, જેહેકેન કા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય.


એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.


તુયે ચ્યાલ હોરગા દૂતહા કોઅતા વાયજ સમયાહાટી કમી રાખ્યોહો, તેરુંબી તુયે ચ્યાલ રાજા હારકા મહિમા એને આદર દેના એને ચ્યાલ પોતાના આથહા કામહાવોય ઓદિકાર દેનહો.


યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય.


કાહાકા હર યોક મહાયાજક પાપહા માફ્યે હાટી બેટો એને બલિદાન ચોડાવના જરુરી હાટી ઠોરાવલા જાતહા, યાહાટી જરુરી હેય, કા આમહે મહાયાજકાપાયબી કાય ચોડાવનાહાટી રોય.


ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.


આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.


ચ્યા ડોળા આગડા જાળ હારકા ચોમાકતા આતા, તો બોજ બોદા મુગુટ પોવલો આતો, એને ચ્યાવોય યોક નાંવ લોખલાં આતા, બાકી ચ્યા નાંવા મતલબ કેવળ તોજ જાંઅતો આતો.


એને ચ્યે બલિદાન ઓઅલા ગેટા બારામાય ઈ નોવા ગીત આખા લાગ્યેં, “તું યે ચોપડ્યેં ખોલના, એને મોહર તોડાં લાયકે હેય, કાહાકા તુયે બલિદાન ઓઇન પોતા લોયેથી બોદા કુળહા એને બોદી ભાષા એને બોદી જાતી એને બોદા રાજ્યાહાથી લોકહાન પોરમેહેરાહાટી વેચાતે લેદલે હેય.


Lean sinn:

Sanasan


Sanasan