Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓને પત્ર 12:1 - ગામીત નોવો કરાર

1 યાહાટી જોવે બોરહા બારામાય કોલહાક લોકહા સાક્ષ્યે યોક બોજ ગીરદ્યે હારકા ચારી ચોમખીને ગેરી લેદલા હેય, તે યા, હર યોક રોકનારી વસ્તુ, એને વિળગી રોનારો પાપ દુર કોઇન, આમહાય જ્યેં વાટેવોય દાહુદતા જાં જોજે ધીરજથી ચ્યેવોય આગલા વોદતા જાઅના.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓને પત્ર 12:1
52 Iomraidhean Croise  

કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી; બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.


બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે લોગુ મા પાહલા ચાલતો રોય, ચ્યા પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.


પાછે આંદળા માઅહાય ચ્યા બાર્યે ફાડકે ટાકી દેયને તારાત ઉઠયો, એને ઈસુ પાહી ગીયો.


પાછે ઈસુય ચ્યાહાન આખ્યાં, “હાચવીન રા, એને બોદા લોબથી બોચી રોજા, કાહાકા જીવન કિમત્યા હેય તુમહે વોદારી મિલકાતે લેદે નાંય હેય.”


કાહાકા મા પાચ બાહા જીવતા હેય; કા તો ચ્યાહાન ઈ ચેતાવણી દેય, એહેકોય નાંય બોના જોજે કા ચ્યાબી યે પીડા જાગામાય યેય પોડે.’


યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી.


જીં કાય ચ્યાય એઅયા, એને વોનાલો હેય, ચ્યાજ સાક્ષી દેહે, એને બોજ વોછા લોક ચ્યા સાક્ષીવોય બોરહો કોઅતાહા.


માયે કોઅલા બોદા ચ્યાય માન આખ્યાં એહેકેન આખનારી થેઅયે વોનાયને ચ્યા ગાવા બોજ સમરૂની લોકહાય ઈસુવોય બોરહો કોઅયો.


કાહાકા ઈસુવે પોતેજ સાક્ષી દેનેલ કા ભવિષ્યવક્તાલ પોતા વોતનામાય કાદો નાંય આદર કોએ.


તુમહાવોય જીં આશા હેય, ચ્યામાય આનંદ કોઆ, સંકટામાય ધીરજ રાખા, સદા પ્રાર્થના કોઅતે રા.


એને જ્યેં હારાં કામહામાય મજબુત બોની રોય એને મહિમા, એને આદર એને અમરતા હોદતેહેં, ચ્યાહાન પોરમેહેર અનંતજીવન દી.


ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, કાહાકા પોરમેહેરે આપહાન પોતાના પોહહા હારકા સ્વીકાર કોઅરાહાટી યે રીતે વાયદો કોઅયોહો, તે યા, આપા પોતાના શરીર એને આત્મા બોદા મેલાપણા ચોખ્ખાં કોઅતે, એને પોરમેહેરા દાક રાખીન પુરીરીતેથી ચોખ્ખાં જીવન જીવા કોશિશ કોઆ.


આંય યેરૂસાલેમ શેહેરામાય ગીયો કાહાકા પોરમેહેરે માન તાં જાંઆહાટી આખ્યેલ, જોવે આંય તાં ગીયો તોવે આગેવાનાહાઆરે મિળ્યો, એને ચ્યાહાન ચ્યે હારી ખોબારે બારામાય આખ્યાં જીં આંય ગેર યહૂદી લોકહાવોચમાય પ્રચાર કોઅતો આતો, બાકી એકાંતમાય જ્યા મંડળી આગેવાન આતા ચ્યાહાનુજ આખ્યાં, જેથી એહેકેન નાંય ઓએ, જીં માયે પેલ્લો પ્રચાર કોઅયો એને જીં કોઅય રિઅલો આતો, તી નોકામ્યા નાંય ઓએ.


તુમા ખ્રિસ્તાઆરે તુમહે રિસ્તામાય ઓલા હારેકોય આગલા વોદી રીઅલા આતા, તે આમી તુમહાન હાચ્ચાઇ માનાહાટી કુંયે રુકાવાટ કોઅયી?


યાહાટી છેતારના છોડી દા, એને બોદા વિસ્વાસી લોકહાઆરે હાચ્ચાં બોલા, કાહાકા આપા યોકુજ શરીરા અવયવ હેજે.


એને તુમાબી ઓહડો સંઘર્ષ કોઅય રીઅલે હેય, જીં તુમહાય વિતી ગીઅલા સમાયામાય માન કોઅતા દેખ્યા, એને આમીબી આંય ચ્યામાય લાગલો હેય, જેહેકેન તુમા વોનાતેહે.


જો તુમા એહેકેન કોઅહા તે જોવે ખ્રિસ્ત પાછો યી તોવે માન અભિમાન કોઅરા કારણ મિળી કા મા મેઅનાત કોઅના એને કામ નોકામ્યા નાંય ગીયા.


યોક લોડાઈ કોઅનારો સૈનિક જો સૈનીકામાય ભરતી હેય, યોકાજ સમાયામાય બિજા કામ નાંય કોએ, કાહાકા તો ચ્યા ઓદિકાર્યાલ ખુશ કોઅરા માગહે.


માયે ખ્રિસ્તા સેવા કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅલી હેય, માયે તી કામ પુરાં કોઅય લેદલા હેય જીં ખ્રિસ્ત ઈસુય માન કોઅરાહાટી હોપલા આતા, આંય સેલ્લે લોગુ બોરહામાય રિયો.


આબ્રાહામાય બોજ સમય લોગુ ઘીરજ રાખ્યાં પાછે વાયદા ફળ મેળવ્યા.


કાહાકા તુમા જાંઅતાહા, કા જોવે તુમહે બોરહો પારખાલો જાહે, તોવે તુમહે ધીરજ વોદી એને તુમા આબદાયેહેલ સહાન કોય હોકાહા.


યાહાટી, હર જાત્યા ખારાબ વેવહારથી દુર રા, બીજહાન દોગો મા દાહા, કપટી, ડોંગી મા બોનહા, બીજહાન ઓદરાય નાંય કોઅના, એને બીજહા વિરુદ ખારાબ વાતો નાંય આખના.


એટલે ભવિષ્યામાય આપહે બાકી રીઅલા શારીરિક જીવન માઅહા ઇચ્છા પરમાણે નાંય બાકી પોરમેહેરા ઇચ્છા પરમાણે જીવતા રા.


કોલ્યોહોક ઓહડયો વાતો હેય જ્યો આંય તાઅને વડીલાહાન આખા કોઅતાહાંવ, કાહાકા આંયબી તુમહે હારકો યોક આગેવાન હેતાંવ. માયે પોતે ચ્યા દુઃખહાલ દેખ્યાહા, જીં બોજ પેલ્લા ખ્રિસ્તાય વેઠયાં. જોવે તો પાછો ફિરી યેઅરી, તોવે આંયબી ચ્યા મહિમામાય ભાગીદાર ઓઅહીં.


માયે ઈ વાયહાના પત્ર સિલવાનુસા મોદાતકોય લોખ્યાં એને તુમહાન દોવાડયાહા. આંય ચ્યાલ ખ્રિસ્તામાય બોરહાવાળો બાહા રુપામાય માનતાહુ. મા યાલ લોખના મોતલાબ તુમહાન ઈંમાત દેઅના એને ખાત્રી કોઆડના હેય કા જો કાયબી તુમા અનુભવ કોઅય રીયહા, તો આસલીમાય તુમહેહાટી પોરમેહેરા સદા મોયા ભાગ હેય, યે મોયામાય ટિકિ રા.


તુમહાય નાંય કેવળ ઈ જાંઅરા જોજે કા હોમાજદારીથી કેહેકેન વેવહાર કોઅના હેય, બાકી તુમહાય પોતે પોતાલ કોબજામાયબી રાખાં જોજે, એને તુમહાય નાંય કેવળ પોતે પોતાલ કોબજામાયબી રાખાં જોજે, એટલે તુમહાય મુશીબાતમાય ધીરજબી રાખાં જોજે, એને તુમહાય નાંય કેવળ ધીરજ રાખાં જોજે, બાકી તુમહાય ઓહડયે રીતેથી જીવાબી જોજે, જીં પોરમેહેરાલ પ્રસન્ન કોઅહે.


આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ.


જ્યા લોકહાન કૈદ ઓઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ કૈદ કોઅલે જાય, જ્યાહાહાટી તારવાયેકોય મોઅના નોક્કી હેય, ચ્યે નોક્કીજ તારવાય કોય માઆય ટાકી, યાહાટી જરુરી હેય કા પોરમેહેરા લોક ચ્યા દુઃખહાન સહન કોઅય જ્યાહા ચ્યે અનુભવ કોઅતેહે, એને ચ્યાહા બોરહો મજબુત રોય.


“આંય, ઈસુ, મા હોરગા દૂતાલ યાહાટી દોવાડયેલ કા તુમહે આગલા મંડળીહે બારામાય યે વાતહે પ્રચાર કોએ, આંય દાઉદ રાજા કુળા હેતાંવ, જો ચ્યા તારા હારકો હેતાંવ જો દિહી નિંગા પેલ્લા ચોમકેહે.”


તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.


Lean sinn:

Sanasan


Sanasan