3 તે કાય તુમહાન ઓલહીબી ઓકાલ નાંય હેય, કા તુમહાય પવિત્ર આત્માકોય ખ્રિસ્તાઆરે નોવા જીવન સુરુ કોઅયા, એને આમી તુમહે તાકાત કોય પોતે જીવન પુરાં કોઅરા માગતેહે?
આંય તુમહાન પૂછતાહાવ, કાય તુમહાન પવિત્ર આત્મા મૂસા નિયમ પાલન કોઅના લીદે મિળ્યાં? નાંય, એહેકેન નાંય, બાકી તુમા ખ્રિસ્તા બારામાય હારી ખોબાર વોનાયા એને તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો યાહાટી તુમહાન પવિત્ર આત્મા મિળ્યાં.
તુમા વિસ્વાસી બોન્યા પાછે તુમહાય બોજ દુઃખ બોગવ્યા, આંય હાચ્ચાંજ આશા કોઅતાહાંવ કા ઈ દુઃખ બોગાવના નોકામ્યા નાંય આતા.
યોક મેળાપા માંડવો બોનાડલો આતો, જ્યામાય ચ્યાહાય યોક પોડદો ટાંઅગીન બેન રુમો બોનાડી દેન્યો, પેલ્લ્યે રુમમાય યોક ધુપદાની આતી ચ્યે હાત પાખડા આતા. એને તાં યોક મેજબી આતો જ્યાવોય ચોડાવલ્યો જાનાર્યો બાખ્યો થોવલ્યો જાત્યો આત્યો, યે રુમેલ પવિત્ર જાગો આખવામાય યેય.