10 ચ્યાહાય આમહાન કેવળ ઓલહીજ વિનાંતી કોઅયી કા આમા યેરૂસાલેમ શેહેરામાઅને ગરીબ વિસ્વાસી લોકહાન મોદાત કોઅજે, એને એહેકેન કોઅના મા બી બોજ ઇચ્છા આતી.
બોજ વોરહા પાછે આંય મા ગરીબ લોકહાહાટી બેટ એને પોરમેહેરાલ બલિદાન ચોડવાહાટી યેરૂસાલેમ શેહેરામાય આંય યેનલો આતો.
બાકી હારાં કોઅના, એને જરુરમંદ લોકહાન મોદાત કોઅના વિહરાયાહા મા, કાહાકા પોરમેહેર ઓહડા બલિદાનાથી પ્રસન્ન ઓઅહે.
જ્યા કાદાવોય દુનિયા માલ-મિલકાત હેય, એને તો આપહે પોતે બાહા ગોરાજ એઇન ચ્ચાવોય દોયા નાંય કોએ, તે ચ્ચામાય પોરમેહેરા પ્રેમ કેહેકેન બોની હોકહે?