Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓને પત્ર 1:15 - ગામીત નોવો કરાર

15 બાકી પોરમેહેરા જોવે ઇચ્છા ઓઅયી કા માયેવોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાલ પ્રગટ કોએ કા આંય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર આખું, ચ્યાય મા જન્મો ઓઅના પેલ્લાજ માન નિવડી લેદો એને ચ્યા સદા મોયાકોય માન હાદ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓને પત્ર 1:15
31 Iomraidhean Croise  

હાં, ઓ આબા, કાહાકા તુલ ઈંજ ગોમ્યા.


ચ્યેજ સમયે ઈસુ પવિત્ર આત્મામાય આનંદાકોય બાઆય ગીયો, એને આખ્યાં, “ઓ આબા, હોરગા એને દોરતી માલિક, આંય તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો, હાં, ઓ આબા, કાહાકા તુલ ઈંજ ગોમ્યા.


જોવે ચ્યા ઉપહા કોઇન પ્રભુ ભક્તિ કોઇ રીઅલા આતા, તોવે પવિત્ર આત્માય ચ્યાહાન આખ્યાં, “મા હાટી બારનાબાસ એને શાઉલાલ મા સેવા કોઅરાહાટી આલાગ કોઆ, જ્યાહાટી માયે ચ્યાહાન હાદલા હેય.”


બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.


આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, એને માન પ્રેષિત ઓરાહાટી પોરમેહેરાય પોસંદ કોઅલો હેય, એને પોરમેહેરાય ચ્યા હારી ખોબાર આખાહાટી માન નિવાડલો હેય.


ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.


આપા જાંઅજેહે કા જ્યા લોક પોરમેહેરાવોય પ્રેમ કોઅતાહા, ચ્ચાહાહાટી બોદ્યો વાતો મિળીન હારાંજ ઓઅહે, એટલે ચ્ચાહાહાટી જી પોરમેહેરા ઇચ્છા નુસાર પોસંદ કોઅલા હેય.


પાછે જ્યાહાલ ચ્યાય પેલ્લેથી નોક્કી કોઅયા, ચ્યાહાન નિવડયાબી, એને જ્યાહાન નિવડયા, ચ્યાહાન ન્યાયી બોનાડ્યા, એને જ્યાહાન ન્યાયી બોનાડ્યા, ચ્યાહાન ચ્યા મહિમાયેમાયબી ભાગીદાર બોનાડ્યા.


યાહાટી આપા યહૂદી લોકહાનુજ નાંય બાકી ગેર યહૂદી લોકહામાઅને બી નિવાડલા હેય.


આંય પાઉલ પોરમેહેરા મોરજયે થી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત બોનલો હેય, આંય આમે વિસ્વાસી બાહા સોસ્થિનેસા આરે હેય જો માન મોદાત કોઅહે, આંય ઈ પત્ર કરિંથ શેહેરામાય રોનારા વિસ્વાસી લોકહા મંડળીલ લોખી રિઅલો હેય. તુમા ઈસુ ખ્રિસ્તાકોય પવિત્ર કોઅલા ગીઅલા હેય, એને પવિત્ર ઓઅરાહાટી નિવાડલા હેય, જેહેકેન ચ્યાય બોદે જાગે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સેવા કોઅનારા લોકહાન નિવાડલા હેય.


આંય એહેકેન યાહાટી આખતાહાવ કાહાકા પોરમેહેરાય ચ્યા બુદ્યેમાય ઈ દેખ્યેલ કા લોક દુનિયા જ્ઞાનાકોય પોરમેહેરાલ કોવેજ નાંય જાંઆય હોકી, યાહાટી પોરમેહેરાય ચ્ચા લોકહાન બોચાવાં વિચાર કોઅયો જ્યા ચ્ચે હારી ખોબારેવોય બોરહો કોઅતાહા જ્યા બારામાય આમાહાય પ્રચાર કોઅયો, બાકી કોલહાક લોક યાલ મૂર્ખતા હોમાજતાહા.


બાકી પોરમેહેરા નિવાડલા લોકાહાહાટી, ગોમે યહૂદી હેય અથવા ગેર યહૂદી ઈંજ ખ્રિસ્ત પોરમેહેરા સામર્થ્ય એને પોરમેહેરા જ્ઞાન હેય.


પોરમેહેરાય તુમહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે યોક કોઅલે હેય, કાહાકા પોરમેહેર જો વાયદો કોઅહે ચ્યા પ્રતિ તો વિશ્વાસયોગ્ય હેય.


બાકી આંય પોરમેહેરા સદા મોયા લીદે પ્રેષિત હેતાંવ, એને ચ્યાય જીં સદા મોયા માયેવોય કોઅયી, તી નોકામી નાંય ઠોરી, કાહાકા માયે બિજા બોદા પ્રેષિતાહા કોઅતા વોદારી મેઅનાત કોઅલી હેય તેરુંબી માયે નાંય બાકી પોરમેહેરા સદા મોયા માયેવોય આતી યાહાટી જાયા.


આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, માન પ્રેષિત ઓઅરાહાટી લોકહા કોઅહાબી ટોળા કા કાદાબી માઅહાકોય નાંય નેમ્યો, બાકી ઈસુ ખ્રિસ્તાકોય એને પોરમેહેર આબા કોય જ્યાંય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, ચ્યાય માન નિવડયોહો.


આંય તુમહેથી નિરાશ હેતાંવ, કાહાકા પોરમેહેરાય તુમહાન ખ્રિસ્તાકોય સદા મોયામાય રાંહાટી હાદ્યા. ચ્યાલ તુમા ઓલે જલદ્યા છોડીન યોક આલાગ ખોબાર સ્વીકાર કોઅરા લાગ્યા.


પોરમેહેર આપહેવોય પ્રેમ કોઅહે, યાહાટી ચ્યાય બોજ પેલ્લાથીજ ઓ નિર્ણય કોઅયો કા, તો ઈસુ ખ્રિસ્તાકોય ચ્યા પોહહા રુપામાય ગોદ લી, પોરમેહેરાય એહેકેન ચ્યા હારી ઇચ્છાકોય એને આનંદકોય કોઅલા હેય.


પોરમેહેરાય પોતાની ઇચ્છાયે ભેદ આમહાવોય પોતાના ભલા ઉદેશ્યા નુસાર પ્રગટ કોઅયા, જી ચ્યાય ખ્રિસ્તામાય પેલ્લેથીજ નોક્કી કોઅલા આતાં.


પોરમેહેરાય ઈ દુનિયા બોનાવા પેલ્લા ઈ યોજના બોનાવી, જીં ઈસુ ખ્રિસ્તાકોય પુરી કોઅયી.


કાહાકા પોરમેહેરાય આપહાન તારણ દેના, એને આપહાન પવિત્ર જીવન જીવાહાટી નિવડી લેદલા હેય, ચ્યાય આપહાન યાહાટી નાંય નિવડયાહા કા આપહાય હારેં કામે કોઅલે હેય, બાકી યાહાટી કા ચ્યા યોજના એને સદા મોયા લેદે નિવડી લેદલે હેય. પોરમેહેરાય યા પેલ્લાજ ચ્યાય દુનિયા બોનાવ્યાં, ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાય આમહેહાટી મોરાં દોવાડના પેલ્લાજ ચ્યા સદા મોયા દેખાડાહાટી યોજના બોનાવી લેદલી આતી.


પોરમેહેર જો પુરીરીતેથી સદા મોયાકોય બોઆલો હેય, ચ્યાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે તુમહે એકતા લીદે ચ્યા અનંત મહિમાયેમાય ભાગીદાર બોનાહાટી તુમહાન હાદ્યાહા. તુમહે વાયજ વાઆ લોગુ દુઃખ વેઠયાં પાછે પોતેજ તુમહાન સિદ્ધ એને મજબુત એને બળવાન કોઅરી.


Lean sinn:

Sanasan


Sanasan